ભાવનગર;શુક્રવાર; આજે સાંજે ૧૭/૦૦ થી ૧૭/૪૫ કલાક સુધી ભાવનગર શહેર/જિલ્લામાં તા. ૧૮ જુલાઈથી યોજાનાર કલા મહાકુંભ-૨૦૧૮ ના પુર્વ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના આયોજન સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલે સંબંધિત અધિકારીને સુચના આપી જણાવ્યુ હતું કે કલા મહાકુંભ-૨૦૧૮ માં વધુમાં વધુ લોકો ભાગ લે અને તેમનો સામાજીક, સાંસ્ક્રુતિક વિકાસ થાય તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગ્રુત થાય તે મુજબ આયોજન હાથ ધરી કાર્યક્રમો કરવાના રહેશે.
આ બેઠકમાં યુવા વિકાસ અધિકારીશ્રી અરૂણ ભલાણી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ વિભાગ, કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા કલા મહાકુંભ-૨૦૧૮ તાલુકા કક્ષાએ તા. ૧૮, ૧૯ જુલાઈ, ઝોન કક્ષાએ તા. ૨૦,૨૧,૨૨ જુલાઈ ના રોજ યોજાશે તાલુકા/ઝોન કક્ષાએ પ્રથમ ક્રમે આવનાર વિજેતા જિલ્લા કક્ષાએ ભાગ લેશે ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારમાં જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ-૨૦૧૮ તા. ૨૨ થી ૨૮ જુલાઈ સુધી યોજાશે. જો કે શહેર કક્ષાનો કલા મહાકુંભ જે તે શાળા મહાશાળામાં તા. ૨૦ થી ૨૨ જુલાઈ સુધી યોજાશે.
ગાયન, વાદન, ન્રુત્ય, અભિનય વિભાગમાં કુલ ૨૬ સ્પર્ધાઓમાં કુલ ૦૪ વય જુથ હશે જેમાંથી ૦૬ થી ૧૪ વર્ષ માં કુલ ૨૧, ૧૫ થી ૨૦ વર્ષમાં કુલ ૨૩, ૨૧ થી ૫૯ વર્ષ સુધીમાં કુલ ૨૨ સ્પર્ધાઓ અને ૬૦ વર્ષથી ( ઓપન એઈજ) કુલ ૧૭ સ્પર્ધાઓ રાજ્ય કક્ષાએ યોજાશે.
સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારે તા. ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અને તા. ૧૮જુલાઈ સુધીમાં ઓફલાઈન ફોર્મ ભરવાના રહેશે.
જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમના વિજેતાને રૂપિયા એક હજાર, દ્વીતીય ક્રમના વિજેતાને રૂપિયા સાતસો પચાસ, ત્રીજા ક્રમ ના વિજેતાને રૂપિયા પાંચસો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી સીમાબેન ગાંધી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચૌધરી, ઈન્ચાર્જ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. મીતાબેન દુધરેજીયા, સહિત શાળા મહાશાળાના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત કચેરીના અધિકારી/પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




