ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર કેમેરાથી રહો સાવધાન… ઈ-મેમોની પ્રથા ફરી શરૂ થશે

0
5

અમદાવાદ,તા.૩૦
રાજ્યમાં ફરી એકવખત ઈ-મેમોની પ્રથા ચાલું થવા જઇ રહી છે. થોડાક સમય પહેલા ઈ-મેમોની પ્રથા બંધ કરવામાં આવી હતી. પરંતુ હાલ ગાંધીનગરથી મોટા સમાચાર મળી રહ્યા છે. એવું કહેવાઇ રહ્યું છે કે, હવેથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોની દિવાળી બગડી શકે છે. હવેથી શહેરભરમાં ૨૩૨ કેમેરા લગાવવામાં આવ્યા છે. હવેથી શહેરમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર લોકો આ કેમેરાથી બચી શકશે નહી.
તમને જણાવી દઇએ કે, છેલ્લા ૬ મહિનાથી ઈ-મેમાની પ્રથા બંધ છે. પરંતુ હાલ મળી રહેલા અહેવાલથી શહેરના લોકોની ઉંઘ હરામ થઇ શકે છે. હવે એવું કહેવાઇ રહ્યું છે કે તહેવારો ટાણે ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ફરીથી ઈ-મેમાની પ્રથા શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ફરી ઈ-મેમાની પ્રથા ચાલી કરવામાં આવી છે.
અત્યાર સુધી અમદાવાદ, ગાંધીનગરના વાહનચાલકોને જ ઇ-મેમો અપાતો હતો, પરંતુ હવે ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે આખા પાટનગર ગાંધીનગરમાં ઈ-મેમોની પ્રથા ચાલું કરવામાં આવી છે. હવેથી કોઈ પણ વિસ્તારના વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવશે.
પરંતુ ટ્રાફિક પોલીસે જા કોઇને ઈ-મેમો મોકલે તો તેની ભરવાપાત્ર દંડની રકમ લોકો સરળતાથી ભરી શકે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે લોકોને દંડ ભરવા માટે લાઇનમાં કે કોઇ મુશ્કેલી નહીં પડે.. એટલે કે હવે લોકોએ પોતાના દંડની રકમ ભરવા માટે વાહનચાલકોને ઓનલાઇન અને નેટ બેન્કિંગની સુવિધા આપવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY