જામનગર,તા.૩૦
જામનગર શહેરમા વાર્ષિક કરોડો રૂપિયાના બજેટ બાદ પણ શહેરમા સ્વચ્છતા જળવાતી ના હોવાના આક્ષેપો અનેકવાર લોકો અને વિપક્ષ દ્વારા થતા રહ્યા છે. છતાં પણ તંત્ર સુધરવાનું નામ લેતું નથી, અને એક તબક્કે તો જામનગર શહેર સ્માર્ટસીટીની રેસમાંથી બહાર પણ નીકળી ગયું છે. પણ ફરીથી જામનગર શહેર સ્વચ્છ અને સુંદર બને તેવા પ્રયાસો કમિશ્નર બારડના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યા છે.
જામનગર શહેરને સ્વચ્છ શહેરોની કેટેગરીમાં સ્થાન મળે ટુ સ્ટારનો દરજ્જો મળે તે માટેની કવાયત શરૂ થઇ ચુકી છે, અને સ્વચ્છતાને લઈને લોકોના વાંધાઓ અને સુચનો પણ મનપા દ્વારા મંગાવવામાં આવી રહ્યા છે.
સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૫૦૦ જેટલા ૮૦ લીટરની ક્ષમતાવાળા બીન્સ પણ મુકવામાં આવશે, મનપાના ડોર ટુ ડોર તમામ ૭૦ વાહનોમાં જીપીએસ સિસ્ટમની અમલવારી થાય છે, પણ ખરેખર કિયા પોઈન્ટ પર કઈ ગાડી ગઈ તેનું ડે ટુ ડે મોનીટરીંગ જા અધિકારીઓ દ્વારા કરવામાં આવે તો શહેરમા સફાઈ નો પ્રશ્ન મહદઅંશે હળવો બને તેમ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




