અમદાવાદ,તા.૧૬
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં પાલનપુર-કરજાડા રેલવે સ્ટેશનની વચ્ચે ટ્રેક ડબલીંગની કામગીરી પછી હવે સિગ્નલ સિસ્ટમ માટે ઇલેટ્રોનીક ઇન્ટરલોકીંગનું કામ હાથ ધરાઇ રહ્યું છે. જેને કારણે તા.૧૬થી એટલે આજથી ૨૨ નવેમ્બર સુધીમાં આ રૂટ પરથી પસાર થતી છ ટ્રેનોને રદ કરવામાં આવી છે. ઉપરાંત દશ જેટલી ટ્રેનોને આંશિક રદ કરાઇ છે. તેમજ ૯ જેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પ્રમાણેની ટ્રેનો રદ રહેશેઃ મહેસાણા-આબુ-મહેસાણા ડેમુ પેસેન્જર ટ્રેન રહેશે રદ, અમદાવાદ-અજમેર-અમદાવાદ એક્સપ્રેસ રદ, પાલનપુર-ભુજ ટ્રેન પાલનપુર-ભીલડી વચ્ચે રદ, અમદાવાદ-જાધપુર ટ્રેન અમદાવાદ-આબુ રોડ વચ્ચે રદ, જયપુર-અમદાવાદ ટ્રેન અમદાવાદ-આબુરોડ વચ્ચે રદ, પાલનપુર-જાધપુર ટ્રેન પાલનપુર-ભીલડી વચ્ચે રદ
આ ઉપરાંત બાન્દ્રા ટર્મિનસ-જયપુર, દાદર-ભુજ એક્સપ્રેસ, અમદાવાદ-હરિદ્વારા યોગા એક્સપ્રેસ, અમદાવાદ-હરિદ્વારા યોગા એક્સપ્રેસ, અમદાવાદ-ગ્યાલિયર-અમદાવાદ એક્સપ્રેસ, આગરા કેંન્ટ-અમદાવાદ-આગરા કેંન્ટ, કોલકાતા-અમદાવાદ-કોલકાતા, યશવતપુર-બાડમેર એક્સપ્રેસ, પુરી-અમજેર અને બિકાનેર-દાદર એક્સપ્રેસ ટ્રેનોને અન્ય રૂટો પરથી દોડાવવાનું આયોજન કરાયું છે.
૨૨મી તારીખ સુધીમાં ૨૩ જેટલી ટ્રેનોના શિડયુલ, રૂટમાં ફેરફાર થયો છે. રેલવેતંત્ર દ્વારા મુસાફરોને રેલવેના હેલ્પલાઇન નંબર, વેબસાઇટ પરથી માહિતી મેળવીને મુસાફરી કરવાની વિનંતી કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


