સાંસદ પ્રભાતસિંહના પુત્રએ ભત્રીજા પર હથિયારથી હુમલો કરતા ચકચાર મચી

0
8

પંચમહાલ,તા.૧૬
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ અને તેમનો પરિવાર ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. સાંસદ પ્રભાતસિંહના પુત્ર ઉમેશ ચૌહાણે કાલોલના ધારાસભ્ય સુમન બેન ચૌહાણના પુત્ર સુનીલ ચૌહાણ પર હથિયારથી હુમલા કર્યો હતો. સુમન ચૌહાણ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ છે. આમ કાકાએ ભત્રીજા ઉપર હુમલો કર્યાની ઘટના બની છે.
આ હુમલો રેતીના વેપારના કારણે અંદરોઅંદરની અદાવતના લઈને થયો હોવાનું કહેવાય છે. ઇજાગ્રસ્ત ધારાસભ્યના પુત્ર સુનીલ ચૌહાણે સાંસદ પુત્ર ઉમેશ ચૌહાણ સહિત અન્ય ૩ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં સાંસદ પુત્ર સહિતના ૪ વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરી સોનાની ચેઈન અને રોકડ સહિત ૫૫૦૦૦ ની લૂંટ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર ઉમેશ ચૌહાણનો સુનિલ ચૌહાણ ભત્રીજા છે.
સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ વિવાદ અને પોતાના નિવેદનોના કારણે ઘણા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેમણે દાવો કર્યો હતો કે આગામી ૨૦૧૯ની લોકસભાની ટિકિટની નહીં ૨૦૨૪-અને ૨૦૨૯માં પણ તેમને જ ટિકિટ મળશે. તેમણે આગામી ૩૦ એપ્રિલ ૨૦૧૯ ના રોજ લોકસભા ચૂંટણી યોજાશે તેવી જાહેરાત પણ કરી દીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY