ટ્રિપલ તલાક વિરૂદ્ધ કેસ લડનારી નિદા ખાન ભાજપમાં જાડાશે

0
19

ન્યુ દિલ્હી,તા.૧૦
ઉત્તરપ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓને હક અપાવવા માટે લડત લડી રહેલી આલા હજરત ખાનદાનની પૂર્વ વહૂ નિદા ખાન ભારતીય જનતા પાર્ટીમાં જાડાવવાની તૈયારીમાં છે. નિદાએ કહ્યું કે ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુવિવાહથી પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટે તે ભાજપમાં સામેલ થશે. ૨૪ વર્ષીય નિદા ખાન થોડા દિવસો પહેલા ચર્ચામાં ત્યારે આવી જ્યારે દરગાહ આલા હજરતે તેના વિરૂદ્ધ સામાજિક બાહિષ્કારનો ફતવો જારી કર્યો હતો. ટ્રિપલ તલાક પીડિત નિદા ખાન ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા પીડિતો માટે એક દ્ગર્ય્ં ચલાવે છે.
નિદાએ કહ્યું કે, હું ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુવિવાહ વિરૂદ્ધ કેસ લડી રહી છું. મને જાણવા મળ્યું છે કે જિલ્લાના દર બીજા ઘરમાં પીડિતા છે. ભાજપમાં જાડાયા બાદ હું આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તર પર લઇ જઇ શકીશ અને પીડિતાઓને ન્યાય અપાવવા માટે લડી શકીશ. જાકે પાર્ટીએ મને હજુ નથી જણાવ્યું કે મારૂં જાઇનિંગ ક્્યારથી હશે.’ નિદા ખાને મંગળવારે ઉત્તરાખંડના મહિલા અને બાળ કલ્યાળ મંત્રી રેખા આર્યા સાથે દેહરાદૂનમાં મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં નિદાના ભાજપમાં સામેલ થયા હોવાના સમાચારની ચર્ચાઓ થઇ હતી.
નિદાએ કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓએ મારો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ મેં નિર્ણય લીધો છે કે હું ભાજપમાં જાડાઇશ. હું ભાજપમાં જાડાયા બાદ સરકારને વિનંતી કરીશ કે પીડિતાઓને ભરણપોષમણ આપવામાં આવે, જેથી તેઓ પોતાના બાળકોની સારી પરવરિશ કરી શકે અને કોર્ટમાં પોતાના વિરૂદ્ધ થયેલા અન્યાયની લડાઇ લડી શકે.’
ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યાએ કહ્યું કે મારૂં સાસરૂં બરેલીમાં છે અને હું નિદાના ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા વિરૂદ્ધ ઉઠાવવામાં આવેલા અવાજથી વાકેફ છું. નિદા ઉત્તરાખંડ આવી હતી અને અહીં તે મને અને ભાપજ અધ્યક્ષ અજય ભટ્ટને મળી હતી. નિદા ભાજપમાં જાડાઇને ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા પીડિતો માટે કામ કરવા માગે છે. આ વિશે પક્ષના મુખિયા નિર્ણય કરશે કે નિદાને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અથવા નવી દિલ્હીમાં ક્યાં જાડાવવાનુ રહેશે.’
ઉલ્લેખનીય છે કે નિદા ખાન બરલીના નેતા હઝરત ખાનદાનની પૂર્વ વહુ છે. તેના પતિએ વર્ષ ૨૦૧૬માં તેને તલાક આપ્યા હતા. જેથી આ વિરૂદ્ધ તેણે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY