સુરત, તા.૨૮
કામરેજ વલથાણ કોસમાડી પાટિયા પાસે એક યુવકને ઢોર મારમારી મોટર સાઈકલની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ અયોધ્યા જિલ્લાના વતની અને હાલમાં ચલથાણ ગોકુલધામ ખાતે રહેતા શિવમસિંગ રાજપૂત એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગતરોજ તેઓ સાંજના સુમારે વલથાણ-કોસમાડી પાટિયા પાસે પોતાની મોટર સાઈકલ લઈને પસાર થતા હતા ત્યારે પ્રહલાદ માગીલાલ કુમાવત અને ગણપતદાસ વૈષ્ણવ વિગેરેઓએ માર-મારી બજાજ ડિસ્કવર મોટર સાઈકલ કિંમત રૂ. ૨૦ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



