મહિલાઓ સાથે તમામ સમુદાયમાં અયોગ્ય વ્યવહાર થાય છે : હુસૈન દલવઈ

0
14

ન્યુ દિલ્હી,તા.૧૦
સરકાર ટ્રીપલ તલાક બિલ પાસ કરાવવા એડી ચોટીનું જાર લગાવી રહી હતી. તેવામાં રાજ્યસભાની કાર્યવાહી પહેલા સંસદમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની એક બઠક યોજાઈ હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસના સાંસદ હુસૈન દલવઈએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ સાંસદે હિન્દુઓના ભગવાનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેને લઈને વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસના સાંસદે કહ્યું છે કે, મહિલાઓ સાથે તમામ સમુદાયમાં અયોગ્ય વ્યવહાર કરવામાં આવે છે. માત્ર મુસ્લિમ જ નહીં, હિન્દુ, ઈસાઈ, સિખ તમામ સમુદાયમાં આમ થાય છે. દરેક સમાજમા પુરૂષોનું જ વર્ચસ્વ છે. ત્યાં સુધી કે શ્રીરામે પણ શંકા ઉપજાવી સીતાજીને તરછોડી દીધા હતા. માટે આપણે સંપૂર્ણ રીતે બદલવાની જરૂર છે.
આ મમાલે ભાજપે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને કોંગ્રેસના નેતાના નિવેદનની નિંદા કરી છે. ભાજપ નેતાઓએ તેમના પર કાર્યવાહીની પણ માંગણી કરી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY