કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિરમાં પુરુષ-મહિલા ટૂંકા કપડી પહેરી દર્શન નહિ કરી શકે

0
25

મુંબઈ,તા.૨
કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં ભગવાનના દર્શન માટે આવનારા પુરુષ અને મહિલા હવે ટુંકા કપડા પહેરીને ભગવાનના દર્શન નહીં કરી શકે. ભક્તોને પશ્ચિમ મહારાષ્ટ્ર દેવસ્થાનના અધ્યક્ષ મહેશ જાધવે અપીલ કરી છે કે ૧૦ ઓક્ટોબરથી મંદિરમાં ટુંકા કપડા પહેરીને ન આપો, નહીંતો તેમને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. મહેશ જાધવે કહ્યુ છે કે જા કોઈ ભક્ત નાના કપડાં પહેરીને આવી પણ જાય છે, તો મંદિર એડમિનિસ્ટ્રેશન તરફથી તેને કપડા બદલવા માટે રૂમની સગવડ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૧૦ ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. તેને જ ધ્યાનમાં રાખીને દેવસ્થાન પ્રબંધન સમિતિ, પશ્ચિમી મહારાષ્ટ્ર કોલ્હાપુરના મંદિરની પવિત્રતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગઇકાલે સાંજે એક ન્યુઝ કોન્ફરન્સને સંબોધતા પશ્ચિમ મહારાષ્ટ્ર દેવસ્થાન સમિતિના ચેરમેન મહેશ જાધવે કહ્યુ કે આ પ્રતિબંધ તિરૂપતિ મંદિરે મૂકેલા પ્રતિબંધને ધ્યાનમાં રાખીને લીધો છે. જે લોકો મંદિરમાં માતાના દર્શન માટે આવે છે તેમણે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરીને આવવું પડશે.
જાધવે જણાવ્યું, “ઘણા શ્રદ્ધાળુઓની વિનંતીને ધ્યાનમાં રાખીને અમે સ્ત્રીઓ અને પુરુષો બંનેને અપીલ કરી છે કે કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને ન આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY