ન્યુ દિલ્હી,તા.૨૧
જીએસટીની કોંગ્રેસ મોદીનો ગબ્બર ટેક્સ ગણાવી રહી છે. જીએસટીની ચર્ચા તો મનમોહન સરકારથી ચાલી રહી હતી. જેમાં ફેરફારો કરીને મોદી સરકારે આ નિર્ણય લીધો છે. જીએસટી સામે અનેક વિરોધ છતાં સરકાર મક્કમ રહી છે. વિશ્વમાં સૌથી વધારે ટેક્સ ભારતમાં જીએસટી દ્વારા લેવાતો હોવાનો પણ બળાપો લોકો ઠાલવી રહ્યાં છે. ધીમેધીમે મોદી સરકારે બેઠકોમાં પ્રોડક્ટસ પરથી જીએસટીના દરોમાં ઘટાડો કર્યો છે. હવે જીએસટી કાઉન્સિલની ૩૦મી બેઠક ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરના રોજ મળશે. આ બેઠકમાં સિમેન્ટ, એસી, મોટી સાઈઝના ટીવી ઉપરાંત અનેક ચીજવસ્તુઓ ઉપર જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવી તેવી શકયતા છે. જીએસટી કાઉન્સીલ સાથે જાડાયેલા એક સભ્યએ જણાવ્યુ હતું કે કાઉન્સિલની બેઠકમાં કેટલીક વસ્તુઓ પર જીએસટીના દરો ઘટાડવામાં આવશે. જા કે તેનો દાયરો સિમીત રહેશે કારણ કે જીએસટી કલેકશન હજું સ્થિર થયું નથી સરકાર જીએસટીના ૨૮ ટકાવાળા ટેક્ષના સ્લેબમાં કેટલીક વસ્તુઓને બહાર કાઢી સામાન્ય લોકોને આપી શકે છે. સિમેન્ટ, એસી અને મોટી સ્ક્રીનવાળા ટીવી ૨૮ ટકાના ટેક્ષ બ્રેકેટમાં છે તેને બહાર કાઢવામાં આવે તેવી શકયતા છે.
અગાઉ જુલાઈની બેઠકમાં કાઉન્સીલ ૧૦૦થી વધુ પ્રોડકટ પર ટેક્ષના દરોમાં ફેરફારો કરી ચૂકી છે. જેમાં ફ્રીઝ, નાની સ્ક્રીનવાળા કલર ટીવી અને વોશિંગ મશીન પર ટેક્ષના દરોમાં ફેરફાર કરાયા છે. આ સિવાય આ બેઠકમાં એમએસએમઈ સેકટરને પણ રાહત મળે તેવી શકયતા છે. આ સેકટર જીએસટી લાગુ થયા બાદથી અનેક પ્રકારની રાહતોની માંગ કરે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવા અંગે પણ બેઠકમાં વિચારણા થાય તેવી શકયતા છે. સંગઠીત ક્ષેત્રના પંખા ઉત્પાદકો રાહત ઈચ્છે છે. પંખા પર ૧૮ ટકાને બદલે ૧૨ ટકા ટેક્ષ હોવો જાઈએ તેવી આ ઉત્પાદકોની માંગણી છે. દર વર્ષે લાખો પંખાઓનું ઉત્પાદન થાય છે તેથી તેના પર ટેક્ષના દરો ઘટાડવા જાઈએ. વાર્ષિક જીએસટી રીટર્ન અને ઓડીટનું ફોર્મેટ જારી થયા બાદ ટ્રેડ ઈન્ડસ્ટ્રીઝ ખાસ કરીને નાના કરદાતાઓમાં બેચેની છે, હવે તેમાં સુધારાની શકયતા છે.
૨૭મી જુલાઇથી જીએસટીના નવા દરો દેશભરમાં લાગુ થયા છે. જીએસટી પરિષદ તરફથી બેઠકમાં ૮૫ વસ્તુઓનાં જીએસટી દરોમાં બદલાવ કર્યો છે. જીએસટી દરોમાં થયેલો આ કાપ આજે લાગુ થઇ રહ્યો છે. તેનો મતલબ છે કે શુક્રવારથી તમને વાશિંગ મશીન-ટીવી અને ફ્રિજ સહિત અન્ય ઘણી વસ્તુઓ તમને સસ્તામાં મળશે. સરકારે આ પ્રોડક્ટસના જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે. જેને પગલે આજથી આ વસ્તુઓના બજારભાવમાં ફેરફાર થઈ ગયો છે. દુકાનદાર ના પાડે તો તમે ફરિયાદ પણ કરી શકો છે. સામાન્ય પ્રજા પર બોજ ના પડે માટે સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કર્યો છે. જેને પગલે આ પ્રોડક્ટસ સસ્તી થઈ હતી. જેમાં રેફ્રિજરેટર, વાશિંગ મશીન, નાની સ્ક્રીનવાળી ટીવી, સ્ટોરેજ વાટર હીટર્સ, પેઇન્ટ્સ અને રંગો, ફૂડ ગ્રાઇંડર્સ, લિથિયમ આયન બેટરી, વેક્્યૂમ Âક્લનર, હેયર ડ્રાયર્સ, ફૂટવિયર, પથ્થર, માર્બલ અને લાકડાની મૂર્તિઓ, રાખડી (જેમાં રત્ન જડેલા ના હોય) વગરેનો સમાવેશ થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



