ગાંધીનગર,તા.૨૧
કચ્છમાં સૌથી ઓછો વરસાદ થતા ઘાસની અછતના કારણે પશુઓની સ્થિતિ દયનિય બની છે. ત્યારે પહેલી ઓક્ટોબરથી સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છની મુલાકાત લીધી. જ્યાં તેમણે અછતની સમીક્ષા બેઠક કરીને આ નિર્ણય કર્યો છે.
કચ્છમાં વરસાદની અછતને કારણે દુકાળ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. ત્યારે અછતની સમીક્ષા કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છની મુલાકાત લીધી. ભૂજમાં તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ. વહીવટી તંત્ર સહિત સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે કચ્છમાં અછતની સમીક્ષા કરી હતી. અને બાદમાં સીએમ રૂપાણીએ કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરવાનો નિર્ણય કર્યો. પહેલી ઓક્ટોબરથી કચ્છને અછતગ્રસ્ત જાહેર થશે. કચ્છમાં ૨૦ જળાશયો છે જેમાં હાલ ૧૨ ટકાથી પણ ઓછું પાણી છે. તો ચાર જળાશયો તળિયા ઝાટક છે. કચ્છમાં આ વર્ષે માત્ર ૪.૩૭ ઈંચ સાથે સિઝનનો ૨૬.૫૧ ટકા જ વરસાદ થયો છે.
કચ્છ જિલ્લો અછતગ્રસ્ત જાહેર થતાં નવા ઢોરવાડા શરૂ થશે. પાંજરાપોળ-ગૌશાળાઓ અને ઢોરવાડાઓને રાહત દરે ઘાસ ઉપરાંત પશુ દીઠ સબસીડી ચૂકવાશે. અછતગ્રસ્ત તાલુકાઓમાં લોકોનું સ્થળાંતર રોકાય અને રોજગાર મળે માટે વિવિધ રાહત કામગીરી શરૂ થશે. વલસાડથી મોટી માત્રામાં ઘાસ ટ્રેન મારફતે કચ્છ પહોંચાડાશે. ઘાસચારા ઉપરાંત પેયજળ સંદર્ભે વિવિધ કામગીરી માટે રાજ્ય સરકારે તાત્કાલીક અસરથી ૨૯૬ કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. આ નાણાં ટપ્પરથી અંજાર, ભુજ, મંગવાણા સુધી નવી પાઈપલાઈન નાખવા, અંજાર પમ્પિગ સ્ટેશનનું નવિનીકરણ કરવા સહિતની કામગીરીમાં વપરાશે.
સીએમ રૂપાણીએ કહ્યું કે ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યો છે. અને હજુ જરૂર પડ્યે વધુ પાણી ફાળવવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




