એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત : એકનું મોત,ચાર ગંભીર

0
19

ગિરસોમનાથ,તા.૨૧
અંબુજા હોસ્પિટલ ની એમ્બ્યુલન્સને ગુરુવારે મોડી રાત્રે વેરાવળ નજીક સોનારીયા ફાટક પાસે અકસ્માકત નડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ચાર વ્યક્તિ ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે વેરાવળની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સોમનાથ-કોડીનાર હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિકને કિલયર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ નજીક સોનારીયા ફાટક પાસે ગત મોડી રાત્રે અંબુજા હોસ્પિટલ ની એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. જેમાં સવાર દેવશીભાઇ વાજાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કેશવભાઇ વાજા, ભોળાભાઇ, અશોકભાઇ સોસા અને અંકિતભાઇને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે વેરાવળની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY