રિક્ષા ચાલકે માથામાં લોખંડની પાઈપ મારી હત્યા કરી હતી
સુરત, તા. ૧૪
ઉછીના આપેલા રૂપિયાની માગણી કરતા રિક્ષા ચાલકે યુવકની હત્યા કરતા રાંદેર પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
રાંદેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર જકાતનાકા ઘનશ્યામનગરમાં રહેતા આદિત્ય કાલીપ્રસાદ ઠાકોરે આરોપી રિક્ષાચાલક નવજાત ઉર્ફે રીન્કુ હરિશચંદ્ર સરોજ (આંબેડકર આવાસ ઉગત) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદીના દીકરાએ આરોપી નવજાતને રૂપિયા પાંચ હજાર ઉછીના આખા હતા જેની માંગણી કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ રિક્ષામાંથી લોખંડની પાઈપ કાઢી ફરિયાદીના દીકરાના માથાના ભાગે ફટકારી મોત નીપજાવી નાસી ગયો હતો. આ ઘટના પાલનપુર જકાતનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે બની હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી રિક્ષા ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જાકે રાંદેર પોલીસની હદમાં બનેલા હત્યાના આ કિસ્સા અંગે પોલીસે આરોપી રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે, પરંતુ હત્યાના કારણ અંગે જુદા જુદા પ્રકારની લોકચર્ચા ચાલી રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



