સદાગતને વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી રૂપાણીએ પણ શોકાંજલી પાઠવી
સુરત, તા. ૧૪
આઝાદ ભારતમાં એકમાત્ર જીવિત અને વાંસદા સ્ટેટના મહારાજા સાહેબનું નિધન થયું છે. વાંસદા સ્ટેટના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકીનું ૯૪ વર્ષની જૈફ વયે નિધન થયું છે. વાપી ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહારાજા સાહેબનું નિધન થયું હતું. આજે બુધવારે દિગ્વિરેન્દ્ર સિંહ સોલંકીને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. વાંસદાનાં ૨૨માં નરેશ દિગ્વેરેન્દ્ર સિંહની વિદાયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોકાંજલિ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજા સાહેબના પુત્ર સાથે ટેલિફોનીક વાત કરીને સાંત્વના આપી હતી. દિગ્વિરેન્દ્ર સિંહના નિધન બાદ તેમના દર્શન માટે રાજવી પરિવારના સભ્યો આવી પહોંચ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના રાજવી પરિવારો મહારાજા સાહેબના અંતિમ દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે.
મહારાજા દિગ્વિરેન્દ્ર સિંહની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાન દિગ્વિર પેલેસથી નીકળી હતી. મહારાજના માનમાં આજે વાંસદા સ્વયંભૂ બંધ રહ્યું છે. વાંસદાના ૨૨માં નરેશ દિગ્વિરેન્દ્ર સિંહ સોલંકનીના અવસાનથી સમગ્ર વાંસદા પંથક શોકમાં ગરકાવ થયું છે.
ઉલ્લેખનીય છે કે, મહારાજા ઓફ વાંસદા મંગળવારે અનંતની યાત્રાએ ચાલી નીક્ળ્યા છે. ૯૪ વરસનું ભરપૂર જીવન જીવી વિદાય થયા.એમના અવસાન સાથે કદાચ ઇતિહાસનું એક વિરલ પ્રકરણ સમાપ્ત થયું છે. દેશી રજવાડાંએ સરદાર સાહેબને ભારત ગણસંઘમાં સામેલ થવાનાં ખત પર સહીઓ કરી તે પૈકી જોડાણખત પર સહી કરનાર એકમાત્ર જીવંત રાજા આ હતા. ૧૦ જૂન,૧૯૪૮ના રોજ તેમણે જોડાણખત પર સહી કરેલી. દિગ્વિરેન્દ્રસિંહજી પર રાજાપણું ચઢેલું ન હતું.
રાજાનો એકદમ યુવાવયે રાજ્યાભિષેક થયેલો.પણ રાજાશાહી દૂષણ તેમને વળગેલાં નહીં. રજવાડું હતું ત્યારે ય ભારે પ્રજાવત્સલ રાજા હતા. સાવ સાદગીભર્યું અને સહજ જીવન મહારાજા બહુશ્રુત હતા.પર્યાવરણ,વન્યપ્રાણી સૃષ્ટિ,ચિત્રકલા,સંગીત, રાયફલ શૂટીંગ સહિત અનેક વિષયોમાં તેમની મહારત હતી. બંસરી સરસ વગાડતા.
એમનાં દોરેલાં ચિત્રો દિગ્વીર નિવાસ પેલેસમાં છે. ટ્રેપ શૂટીંગના એ સ્ટેટ ચેમ્પિયન હતા.અનેક વિષયો પર સાધિકાર અભિપ્રાય આપી શક્તા.મહારાજાએ વાંસદામાં હરણ અભયારણ્ય વિકસાવ્યું છે.
સોલંકી વંશના વાંસદા સ્ટેટનાએ ૨૨મા નરેશ હતા.એક વખતે વાંસદાથી ઉમરગામ સુધી વાંસદા નરેશની આણ અને હાક ચાલતી. હવે ૨૩મા નરેશપદે જયવિરેન્દ્રસિંહ સોલંકી બેસશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



