જોબવર્કના રૂપિયાની ઉઘરાણી કરાતા વેપારીને માર મરાયો
સુરત, તા. ૧૪
સાડી ઉપર લેસ લગાડવાની રૂપિયા ૫૧,૭૬૨ની મજુરી નહીં ચૂકવી સુનિધિ ક્રિએશનના માલિકે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહેતા વિવેક બાબુ સવાયએ આરોપી પ્રકાશભાઈ (સુનિધિ ક્રિએશન, અનુપમ ટેક્સટાઈલ્સ માર્કેટ રિંગરોડ) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી સાડી ઉપર લેસ લગાડવાનું કામ આપ્યું હતું અને મંજુરીના રૂપિયા ૫૧,૭૬૨ નક્કી કરેલા ૪૫ દિવસમાં ચૂકવવાનો ભરોસો આપ્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. ફરિયાદીએ નાણાની ઉઘરાણી કરતા આરોપી વેપારીએ ઢીક-મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
કાપડ ઉદ્યોગમાં દિવાળીના તહેવાર બાદ પણ ઉઠમણા અંગે પોલીસ ફરિયાદ નોંધાવાનું યથાવત રહેવા પામ્યું છે અને તેથી જ ટેક્સટાઈલ ઉદ્યોગમાં અવિશ્વાસના માહોલ પણ યથાવત રહેવા પામ્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



