લંડન,તા.૧૬
સોમવારનો દિવસ ખૂબ કષ્ટદાયક હોય છે. રવિવારે આળસવાળા દિવસ બાદ શાળાએ જતા બાળકોથી લઈને ઓફિસ અને દુકાન જનારા લોકોમાં કદાચ જ કોઈ વ્યક્તિને આ દિવસ પસંદ આવે છે. ખાસ કરીને સોમવારની સવાર ખૂબ પીડાદાયક હોય છે, એટલું જ નહીં, ખબર જ નથી પડતી કે રવિવારની રાત ક્્યારે વિતી જાય છે. પરંતુ વિશ્વમાં કેટલીક જગ્યા એવી પણ છે, જ્યાં સોમવાર કોઈ પણ ઉત્સવથી ઓછો હોતો નથી. અહીં સોમવારે યુવકોને ખાસ છૂટ આપવામાં આવે છે.
અહીં મધ્ય યૂરોપીય દેશોની વાત થઈ રહી છે. પોલેન્ડ, ચેક ગણરાજ્ય અને પૂર્વીય યૂરોપના દેશ યૂક્રેનમાં એક ખાસ સોમવારે જ આ છૂટછાટ આપવામાં આવે છે. આ દિવસે યુવકો પોતાની મનપસંદ યુવતીને માથાથી લઈને પગ સુધી પલાળી નાખે છે. જેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે.
આ દેશોમાં ઈસાઈ ધર્મ અપનાવ્યા બાદ વેટ મંડે (ગીલા સોમવાર પર્વ) મનાવવાનું ચલણ શરૂ થયુ છે. ઈસ્ટરના સોમવારના દિવસે અહીં લોકો એકબીજા પર પાણીનો છંટકાવ કરે છે. એવું કહેવાય છે કે એકબીજા પર પાણી નાખવાથી પાપ ધોવાઈ જાય છે. પરંતુ એક રસપ્રદ કારણ એ પણ છે કે જેના કારણે યુવકોને આ છૂટછાટ આપવામાં આવે છે.
ખરેખર મૂળ પરંપરા એ છે કે જા ગામ અને વિસ્તારની સૌથી સુંદર યુવતી હોય તેને યુવક પાણીથી પલાળી નાખે છે અને જા તે યુવતી તેનો વિરોધ ના કરે તો તમારા પાપનો સંહાર થાય છે. પરંતુ સમયની સાથે-સાથે પરંપરામાં પણ ફેરફાર થયો છે. હવે યુવક કોઈ પણ યુવતીને પાણીથી પલાળી નાખે છે. કેટલીક વખત તો તોફાન કરવામાં પાણીની ડોલ પણ પડી જાય છે અને કાચ પણ તૂટી જાય છે. એવુ નથી કે ફક્ત યુવકોને જ આ તક આપવામાં આવે છે, યુવતીઓને પણ પાપ ધોવાની તક આપવામાં આવે છે. પરંતુ તેના માટે અલગ દિવસ નક્કી હોય છે.
ઇસ્ટરમાં મંગળવારનો દિવસ યુવતીઓ માટે નક્કી છે. તે ઈચ્છે તો યુવકને પાણીથી પલાળીને પાપમાંથી મુક્તિ મેળવી શકે છે, પરંતુ સામાન્ય રીતે આવુ હોતુ નથી. સોમવારના દિવસે જ યુવક-યુવતીઓ એકબીજા પર પાણી ફેંકીને આ તહેવારની ઉજવણી કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


