રેલવેમાંથી ૧૪ કરોડ રુપિયાના ચાદર અને રુમાલ ચોરી ગયા પ્રવાસીઆ

0
46

ન્યુ દિલ્હી,તા.૧૬
રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે નવી નવી સેવા શરુ કરતો રેલ્વે વિભાગ હવે કેટલીક સુવિધા બંધ કરવા જઈ રહ્યો છે. ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરતાં લોકોની ચોરી કરવાની આદતથી કંટાળી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરતાં સમૃદ્ધ લોકો પણ રેલ્વે તરફથી આપવામાં આવતાં ઓશિકા, ચાદર જેવી વસ્તુઓ પોતાની સાથે લઈ જાય છે. તેના કારણે હવે આ સુવિધા બંધ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
વર્ષ ૨૦૧૭ ૧૮માં ટ્રેનમાંથી એસી કોચના લાખો ઓશિકા, ચાદર ગાયબ થઈ ગયા છે. રેલ્વે વિભાગના એક અધિકારીના જણાવ્યાનુસાર ગત વર્ષે દેશભરની રેલ્વેમાંથી ૨૧,૭૨,૨૪૬ બેડરોલ ચોરી થયા છે. જેમાં ૧૨,૮૩,૪૧૫ તકીયા, ૪,૭૧,૦૭૭ ચાદર અને ૩,૧૪,૯૫૨ ઓશિકાના કવર ચોરી થયા છે. આ ઉપરાંત ૪૬,૫૧૫ ધાબળા પણ ગાયબ થયા છે. અધિકારીના જણાવ્યાનુસાર લોકો આ વસ્તુઓ જ નહીં પરંતુ શૌચાલયમાંથી નળ, મગ, અરીસા જેવી વસ્તુઓ પણ કાઢી લે છે. આ પ્રકારની ફરિયાદ નિયમિત રીતે આવે છે. રેલ્વેમાં રોજ યાત્રીઓને બેડરોલ આપવામાં આવે છે. તેમાંથી મોટાભાગના મુસાફરો આ વસ્તુઓ પોતાની સાથે લઈને જતા રહે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY