માલ્યા ભાગ્યો તેના ૨૪ કલાક પહેલાં એસબીઆઈને પાસપોર્ટ જપ્ત કરવા સલાહ આપેલી

0
15

મુંબઈ,તા.૧૪
બેન્કોની કરોડોની લોન ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યના મામલામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ભૂમિકા પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.
માલ્યાને ભગાડવાના મામલે ભાજપ અને કોંગ્રેસ પર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હવે તેમાં નવો ફણગો ફૂટ્યો છે.
સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ દુષ્યંત દવેએ સવાલ ઉઠાવ્યો છે.દવેએ કહ્યું છે કે વિજય માલ્યા ભાગ્યો તેના ૨૪ કલાક પહેલા જ મેં સ્ટેટ બેન્કને તેનો પાસપોર્ટ જપ્ત કરાવવા માટે સલાહ આપી હતી. મેં તો માલ્યા દેશ છોડીને ભાગી ના જાય તે માટે સ્ટેટ બેન્કને સુપ્રીમ કોર્ટ પહોંચવાની સલાહ આપી હતી, હું રાહ જાતો રહ્યો હતો અને કોઈ અધિકારી કોર્ટ પહોંચ્યો નહોતો.
જ્યારે સ્ટેટ બેન્કના ચેરમેન રજનીશકુમારે એક મીડિયાને મુલાકાતમાં કહ્યું હતુ કે જુરરી નથી કે દરેક હાઈ વેલ્યુ ક્લાયન્ટનો મામલો ચેરમેન સમક્ષ મુકવામાં આવતો હોય..આ મામલામાં બેન્કની એક ખાસ ટીમ હોય છે જે નિર્ણયો લેતી હોય છે.
બેંક માલ્યા અંગેના દસ્તાવેજા જાઈને જ કહી શકે કે તત્કાલીન ચેરમેનને આ વાતની જાણકારી હતી કે નહી.દુષ્યંત દવે સ્ટેટ બેન્કના વકીલ હતા જ નહી.જા તેઓ વકીલ રહ્યા હોય તો તેમની નિમણૂંકના પૂરાવા રજુ કરે.એક પ્રોફેશનલ વ્યક્તિ માટે પોતાના ક્લાયન્ટ સાથે થયેલી વાતચીત મીડિયામાં રજૂ કરવી પણ યોગ્ય નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY