નર્મદા જિલ્લાની ૮ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર, કહી ખુશી કહી ગમનો માહોલ

0
205

 

રાજપીપલા :

નર્મદા જિલ્લાના ૮ ગ્રામ પંચાયતોમાં ૪૩ સરપંચ ઉમેદવારો અને ૨૫૧ સભ્ય ઉમેદવારોના ભાવીનો ફેંસલો આજ રોજ થયો હતો. જેમાં નર્મદા જિલ્લાની ૮ ગ્રામપંચાયતો પૈકી ડેડીયાપાડામાં માલસામોટ ,મોરજડી, આંબાવાડી, ગઢ, ડુમખલ અને બલ આમ કુલ ૭ અને નાંદોદમાં વાઘેથા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર  સજ્જ બન્યું હતું. ૪ ફેબ્રુઆરીએ ૪૩ સરપંચ ઉમેદવારો અને ૨૫૧ સભ્ય ઉમેદવારો માટે ૯૨ ટકા ઊંચું મતદાન નોંધાયું હતું. ૬ ફેબ્રુઆરી મંગળવારે વહેલી સવારે નાંદોદ અને ડેડીયાપાડા મામલતદાર કચેરીમાં ઈવીએમ મશીનોમાં ગણતરી શરૂ કરાઈ હતી. ૨ વાગ્યા સુધીમાં તમામ ગ્રામપંચાયોનું પરિણામ આવી ગયું હતું. પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો મહૉલ સર્જાયો ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાની પંચાયતો ગણાવી પોતાની જીત ગણાવી રહ્યા છે.  નાંદોદમાં મામલતદાર રાજુભાઈ વસાવા અને ચૂંટણી આધિકારી રાજનભાઈ વસાવાના નેતૃત્વમાં મતગણતરી યોજાઈ હતી. જ્યારે ડેડીયાપાડામાં મામલતદાર આર.આર.વસાવાના નેતૃત્વમાં મતગણતરી યોજાઈ હતી.  જોકે પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારો એ તેમના ટેકેદારો સાથે ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢી જીતની  ઉજવણી કરી હતી.

નર્મદા જિલ્લાની 8 ગ્રામ પંચાયતોનું પરિણામ

નાંદોદ તાલુકો : વાઘેથા ગ્રામપંચાત : સરપંચ : સોમીબેન બાલુભાઈ વસાવા

ડેડિયાપડા તાલુકો : મોરજડી ગ્રામપંચાયત : સરપંચ : જાલુબેન બામણીયા વસાવા

ડેડિયાપડા તાલુકો : ડુમખલ ગ્રામપંચાયત : સરપંચ : અનિરુદ્ધ પારસીંગ વસાવા

ડેડિયાપડા તાલુકો : બલ ગ્રામપંચાત : સરપંચ : શીલાબેન દીપસિંહ વસાવા

ડેડિયાપડા તાલુકો : સામોટ ગ્રામપંચત : સરપંચ : કવિતાબેન દામાભાઈ વસાવા

ડેડિયાપડા તાલુકો : નાનીસિંગલોટી ગ્રામપંચત :સરપંચ : ખાનસિંગ નાગજી વસાવા

ડેડિયાપડા તાલુકો : આંબાવાડી ગ્રામપંચત : સરપંચ : ઘેમસિંગ રેવસી વસાવા

ડેડિયાપડા તાલુકો : ગઢ ગ્રામપંચત : સરપંચ : સેવુબેન રૂપસિંગ વસાવા

રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY