વિવેક તિવારી હત્યા કેસ : યૂપી પોલીસ ૫ આૅક્ટોબરે કાળો દિવસ મનાવશે!!

0
14

લખનૌ,તા.૩
એપલ કંપનીના મેનેજર વિવેક તિવારીની પોલીસ કોન્સ્ટેબલે ગોળી મારીને કરેલી હત્યાની ઘટનામાં ઉત્તર પ્રદેશ પોલીસના જવાનો લાલચોળ છે.
પોલીસને લાગી રહ્યું છે કે આ મામલામાં પોલીસ કોન્સ્ટેબલ સામે સાવ એક તરફી રીતે કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે પોલીસ કર્મચારી પરિષદ તરફથી પોલીસ કર્મીઓને વોટ્‌સએપ પર વિરોધના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.
યુપી પોલીસ કર્મચારી પરિષદે અલ્હાબાદમાં બેઠક બોલાવી છે.જેમાં આ મામલામાં કેવી રીતે વિરોધ કરવો તે નક્કી થશે.૫ ઓકટોબરે યુપી પોલીસ કાળો દિવસ મનાવશે.યુપી પોલીસ વેલફેર એસોસિએશને પણ આ જાહેરાતને ટેકો આપ્યો છે.
પ્રશાંત ચોધરી અને સંદીપ નામના કર્મચારીઓ સામે વિવેક તિવારીની હત્યાના મામલામાં જે રીતે કાર્યવાહી થઈ છે તેનાથી પોલીસ બેડામાં આક્રોશ છે.પોલીસ દ્વારા પ્રશાંત ચૌધરીનો કેસ લડવા તેની પત્નીને નાણાકીય મદદ કરવામાં આવી રહી છે.પ્રશાંતની પત્નીના એકાઉન્ટમાં અત્યાર સુધીમાં ૫.૨૮ લાખ રુપિયા જમા થયા છે.
ઉલ્લેખનીય છે કે વિવેક તિવારી પોતાની સહ કર્મચારીને રાતે ઘરે મુકવા માટે કારમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસે કાર ઉભી રાખવાનુ કÌš હતુ.પોલીસે કાર નહી રોકતા કોન્સ્ટેબલ પ્રશાંત ચોધરીએ ગોળી ચલાવી હતી.જે વિવેકને માથામાં વાગતા તેનુ મોત થયુ હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY