ઘણા દિવસોથી ગુમ આઈબીના પીએસઆઈ અનિલ પરમાર ઘરે પરત ફર્યા

0
10

ગાંધીનગર,તા.૩
ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં ફરજ બજાવતા અને રાંદેસણની શુકન હાઇટ્‌સ સોસાયટીમાં રહેતા પીએસઆઈ અનિલ જાધભાઈ પરમાર ગઈ ૨૫મી સપ્ટેમ્બરે પત્ર લખીને ગુમ થયા હતા. ત્યારબાદ એક અઠવાડિયા બાદ પોતે જ પરત ફર્યા છે. પરિવારે આજે ૩જી ઓક્ટોબરે સવારે પોલીસને જાણ કરી હતી કે ગુમ થયેલા અનિલ પરમાર પોતાના ઘરે પરત ફર્યા છે. અનિલ પરત ફર્યાની જાણકારી મળતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. અનિલ પરમારે ગાંધીનગર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે ખાતાકીય તપાસને કારણે પોતે માનસિક રીતે ત્રસ્ત હતા. જેથી ગાંધીનગર છોડીને હરિદ્વાર જતાં રહ્યા હતા અને ત્યાં રોકાયા હતા. ત્યાં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો પરંતુ દીકરી સાથે વાત થતાં આપઘાતનો વિચાર માંડી વાળ્યો હતો.
અનિલે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, દિવસ પહેલા તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પંરતુ આપઘાત પહેલા પોતાના પરિવાર સાથે વાત કરવા માટે ચાની કિટલીવાળા પાસેથી મોબાઇલ ફોન લીધો હતો અને પત્ની સાથે વાત કરી હતી.
અનિલ વધુમાં જણાવ્યું હતું કે, દીકરી સાથે વાત થતાં તે ભાંગી પડ્યા હતા અને આત્મહત્યાનું માંડી વાળ્યું હતું. હરિદ્વારથી સીધા ગાંધીનગર ઘરે પહોંચ્યા હતા. આ મામલે હવે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY