ઉપલેટા તાલુકાના ખેડૂતોની માંગ સરકારે સ્વીકારી : અંતે ફૂલઝર – ૨ માંથી પાણી છોડાયું

0
173

બોક્ષ :- વસોયા પોતાનો મત વિસ્તાર હોવા છતાં તેમાં પોતાનો અંગત સ્વાર્થ ન હોવાને લીધે નિષ્ક્રિય જ રહ્યા ને એક સામાજિક કાર્યકરે ખેડૂતોનું કામ કરી બતાવ્યું

બોક્ષ :- વસોયા ફક્ત તેમના મળતીયાઓનાં પ્રશ્નો મુદ્દે ધ્યાન આપતા હોવાથી મત વિસ્તારમાં તેમનો ભારે વિરોધ

ઉપલેટા: ઉપલેટાના મામલદાર કચેરી સામે  ઉપલેટા તાલુકાના પાંચ ગામના ખેડૂતોએ ફુલઝર ડેમ માંથી પાણી સિંચાઈ માટે આપવા તા ૫ નવેમ્બર નારોજ ખેડૂતો એ ઉપલેટા મામલતદાર કચેરી બહાર ખેડૂત અગ્રણી મેહુલ ચન્દ્રવાડીયા ની અધ્યક્ષતામાં ૫ તાલુકાના ખેડૂતો એ ધારણા કર્યા હતા. જેથી ફુલઝર 2 ડેમ માંથી પિયત માટે પાણી છોડવા બાબતે ખેડૂતોના ધારણા બાદ આજરોજ ફૂલઝર ૨ માંથી સિંચાઈ માટે ૧૭ MCFT પાણી છોડવામાં આવ્યું હતું.ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા હોય પિયત માટે પાણી છોડવા ખેડૂતોની માંગ ને લઇ ઉપલેટા ના કોલકી રબારીકા ખારચીયા પાનેલી ભાયાવદર કુલ ૫ ગામના ખેડૂતો એ તેમની માંગ પર અડગ રહી રજુઆતો કરેલ હતી.જેથી સરકારે માત્ર 6 mcft પાણી મંજુર કરેલ જે બાદ ખેડૂત અગ્રણી મેહુલ ચન્દ્રવાડીયાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ હતી મેહુલ ચન્દ્રવાડીયાની ખેડૂત ના હિત માટે ના પ્રશ્નને સરકાર એ તાત્કાલિક ધોરણે ધ્યાને લઇ અને આ જરોજ બીજું ૧૭ mcft પાણી ની છોડવામાં આવેલ હતું.જેને કોલકી રબારીકા ખારચીયા પાનેલી ભાયાવદર કુલ ૫ ગામના ખેડૂતોમાં  ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી અને મેહુલ ચન્દ્રવાડીયાનો ખેડૂતોએ આભાર  વ્યક્ત કરેલ હતો

 

બૉક્ષ :- સિંચાઈ માટે છોડીઆપેલ પાણી મુદ્દે

કોંગ્રેસ ના નેતા જસ ખાટવાનો પ્રયત્ન ન કરે : મેહુલ ચન્દ્રવાડીયા  ખેડૂત અગ્રણી

મોંઘા ભાવે બિયારણ ખાતર વગેરે ખર્ચ કરી ખેડૂતો એ પાક નું ઉછેર કર્યું પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા અને હાલ મુરઝાઈ ગયેલ મોલ ને જીવન્ત દાન આપવા પાણી ની જરૂર હતી સરકારે ખેડૂતો ના હિતમાં તાત્કાલિક નિર્ણય કર્યો છે જે આવકાર દાયક છે આબાબતે મેં મુખ્ય મઁત્રી સિંચાઈ મઁત્રી કૃષિ મંત્રી સહિતનાઓને રૂબરૂ મળી પાણી છોડવા રજુઆત કરી હતી જે બાબતે સરકારે તાત્કાલિક ખેતી
માટે પાણી છોડવાનું નિર્ણય કર્યું છે
આ બાબતે કોંગ્રેસના નેતાઓ જસ ખાટવા અધીરા ન બને અને ખેડૂતો ના મુદ્દે રાજકારણ ન રમે

એજાજ બોઘાણી :જેતપુર:

9825247739

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY