સંસદિય સમિતિએ ઉર્જિત પટેલને ત્રીજી વખત બોલાવ્યા નોટબંધી : ઉર્જિત પટેલને સંસદની સમિતીનું ૧૨ નવેમ્બરનું તેડુ

0
16

ન્યુ દિલ્હી,તા.૨૯
સંસદની એક સમિતિએ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને સરકારના નોટબંધીના પગલા અંગે વધુ માહિતી લેવા માટે ત્રીજી વખત બોલાવવામાં આવ્યા છે. આ સમિતિમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સભ્ય છે. વીરપ્પા મોઈલીની આગેવાનીવાળી નાણાં મામલાની સ્થાયી સંસદીય સમિતિ લગભગ બે વર્ષોથી આ મુદ્દા પર મંથન કરી રહી છે.
સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરીને નવી ૫૦૦ અને ૨૦૦૦ની નોટ જાહેર કરવાની જાહેરાત કરી હતી. સમિતિની બેઠકની નોટીસ મુજબ, પટેલને ૧૨ નવેમ્બરે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાને લઈને અને તેના પ્રભાવો અંગે સમિતિના સભ્યોને માહિતી આપવા માટે બોલાવવામાં આવ્યા છે.
આરબીઆઈના ગવર્નર નિયમન થાપણ યોજના બિલને પ્રતિબંધિત કરવા અને સંબંધિત મુદ્દા પર પણ સમિતિને માહિતી આપશે. સંપર્ક થતાં મોઈલીએ કહ્યું, ‘સભ્યો નોટબંધી અને ખાસ પ્રકારથી તેના પ્રભાવોને લઈને થોડી વધુ માહિતી અને વિવરણ ઈચ્છે છે. તેથી આરબીઆઈ ગવર્નરને બોલાવવામાં આવ્યા છે.’ તેમણે કહ્યું કે સંભવતઃ આ પ્રથમ તક છે, જ્યારે આરબીઆઈ ગવર્નરને એક જ મુદ્દા પર સમિતિ દ્વારા ત્રણ વખત બોલાવવામાં આવ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY