રાજકોટ,તા.૨૯
રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. હજુ તો શિયાળાની શરૂઆત થઇ છે ત્યારે આ રોગ વકરતો જાય છે. ઠંડીમાં આ રોગ વધુ વકરશે તેને લઇ આરોગ્ય તંત્રમા દોડધામ જાવા મળી રહી છે. શહેરમાં બે દિવસમા બેના મોત થયા છે. ગઇકાલે ૬૨ વર્ષના વૃદ્ધનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું તો ૫૫ વર્ષીય પુરૂષનું મોત નીપજ્યું છે. રાજકોટમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં ૩૧ના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ એક ચાર વર્ષનો બાળક પણ સ્વાઇન ફ્લૂ વોર્ડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
રાજકોટના દૂધની ડેરી વિસ્તારમાં સંત કબીર રોડ પાસે શ્યામનગર વિસ્તારમાં રહેતા ૪ વર્ષના બાળકને પાંચ દિવસથી શરદી અને ગળામાં બળતરા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકને સ્વાઈન ફ્લૂ હોવાથી શંકા જતા રવિવારે સેમ્પલ લેવાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સક્રિય થઇ ગયો હતો. મેડિકલ ઓફિસર ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, જે વિસ્તારમાંથી પોઝિટીવ આવ્યો છે ત્યાં સર્વેલન્સની કામગીરી માટે ત્રણ ટીમ ઉતારવામાં આવી હતી. ૨૮૫ ઘરોના ૧૧૪૨ લોકો પર સરવે કરવામાં આવ્યો છે અને બાળકના સીધા સંપર્કમાં રહેલા ૪ લોકોને આગમચેતીના ભાગરૂપે ટેમી ફ્લૂ આપી દેવાઈ છે. બાળકને ઓકિસજન પર રાખવામાં આવ્યો છે અને હાલત સ્થિર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




