યુએસ : સુપ્રીમ કોર્ટના જજ બનવા નજીક પહોંચ્યા બ્રેટ કાવનાહ

0
7

વોશિંગ્ટન, તા.૦૬
અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવા માટે પસંદ કરવામાં આવેલ વિવાદાસ્પદ ઉમેદવાર ૫૩ વર્ષીય બ્રેટ કવાનાહના નામને અમેરીકી સેનેટે અંતિમ વોટ માટે આગળ વધારવાની મંજુરી આપી દીધી. કાવાનાહ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ૧૦૦ સભ્યોની સેનેટે અંતિમ તબક્કાના મતદાન માટે ૫૧-૪૯ મતોથી મંજુરી આપી દીધી. એક રિપબ્લિકન સાંસદ લીસા મુર્કોવસ્કીએ કાવાનાહ વિરુદ્ધ મતદાન કર્યુ જ્યારે ડેમોક્રેટ સાંસદને મૈનચીને સમર્થનમાં મતદાન કર્યુ. કાવાનાહની ઉમેદવારીને સેનેટની મંજુરી મળ્યા બાદ હવે તે સુપ્રીમ કોર્ટના જજ બનવાથી થોડા અંતર દૂર છે. આ રીતે ડેમોક્રેટ અને રિપબ્લિકન વચ્ચે આશરે મહિનાઓ સુધી ચાલેલ રાજકીય લડાઈમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક મોટી જીત મળી છે. ટ્રમ્પ માટે આ જીત એટલા માટે પણ મહત્વ રાખે છે કારણકે આગામી મહિને ૬ નવેમ્બરે મિડ-ટર્મ ઈલેક્શન પણ થવાના છે. કાવાનાહની નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા દરમિયાન ગત ૨ સપ્તાહમાં કેટલાક નાટકીય વળાંક આવ્યા. ઓછામાં ઓછા ૩ મહિલાઓ તેમની સામે આવી અને તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY