તનુશ્રી લાઈમલાઈટમાં આવવા માંગે છે, બીજુ કંઈ નહીં : સારંગ

0
10

મુંબઈ, તા.૦૬
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચે સર્જાયેલ વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. તનુશ્રીએ નાના પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર એક ગીતના શુટિંગ દરમિયાન તેની સાથે અશ્લીલ વર્તન કર્યુ હતું. તનુશ્રીએ જણાવ્યુ હતું કે ગીતના શુટિંગ દરમિયાન નાના પાટેકરે તેને ખોટી રીતે અડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં એકબાજુ તનુશ્રીને કેટલાક બોલીવુડ સેલિબ્રીટીનો સપોર્ટ મળ્યો છે તો કેટલાકે મૌન સેવ્યુ છે. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે હોર્ન ઓકે પ્લીઝના મેકર્સે તનુશ્રી પર અશ્લીલ કોમેન્ટ કરી. એક ખાનગી ન્યુઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કેટલાક ફિલ્મ મેકર્સ તનુશ્રી પર અશ્લીલ કોમેન્ટ કરતા જાવા મળ્યા. તેમજ સમગ્ર મામલાને તેઓ પબ્લિસીટી સ્ટંટ ગણાવી રહ્યા છે. હોર્ન ઓકે પ્લીઝના પ્રોડ્યુસર સામી સિદ્દિકીએ તનુશ્રી દ્વારા નાના પાટેકર પર લગાવવામાં આવેલ આરોપને લઈ જણાવ્યુ કે, શું કામ હું તમને સત્ય કહુ? મને લાગે છે કે તે આ દરમિયાન પીરિયડ્‌સમાંથી પસાર થઈ રહી હતી. એટલા માટે તે કદાચ ઈરીટેટ થઈ ગઈ હતી. આવા સમયે જ્યારે તમને કોઈપણ સ્પર્શ કરે છે તો તમે અકળાઈ જાવ છો. મને નહતી ખબર કે ત્યાં શું થયુ હતું કારણકે હું ત્યાં હાજર નહતો, પરંતુ ત્યાં કંઈક તો થયુ હતું. આ ઘટના બાદ તે પોતાની વેનમાં ચાલી ગઈ હતી અને પછી ત્યાંથી બહાર નહતી નીકળી. તો ફિલ્મ ડાયરેક્ટર રાકેશ સાંરગે કહ્યુ કે તનુશ્રી આ આરોપોને લઈ લાઈમલાઈટમાં આવવા માંગે છે અને તેને બિગ બોસમાં જવુ છે. તેમણે જણાવ્યુ કે, હવે છોકરીઓ પોતાના બેડરુમ સેક્સ વિડીયો પણ ઈન્ટરનેટ પણ અપલોડ કરે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

આભાર – નિહારીકા રવિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY