
પૂણે, તા.૦૬
મહારાષ્ટ્રના પૂણેમાં એક વિશાળ લોખંડનુ હો‹ડગ્સ કેટલાક વાહનો પર પડવાના કારણે ૩ લોકોના મોત થઈ ગયા અને ૪થી પાંચ લોકો ઘાયલ થયા છે. પૂણેના મંગળવાર પેઠ વિસ્તારમાં એક જાહેરાત માટે લગાવાયેલ હો‹ડગ્સ અચાનક પડી જતા તેની નીચે ૭ લોકો દબાઈ ગયા હતા. જે પૈકી ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે ૪થી ૫ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતકો પૈકી બે લોકો ઓટી રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. જ્યારે ત્રીજા વ્યક્તિ સ્કુટી પર સવાર હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કઈ રીતે હો‹ડગ્સ પડ્યુ તે સ્પષ્ટ જાવા મળી રહ્યુ છે. મળતી માહિતી મુજબ મંગળવાર પેઠ વિસ્તાર પૂણેનો સૌથી ભીડભાડવાળો વિસ્તાર છે. આ ઘટના બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જાણકારી મુજબ આ હો‹ડગ્સ જુના બજાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેલવેની જમીન પર બનેલુ હતું. રેલવે પ્રશાસન તરફથી તેને કાઢવાનુ કામ ચાલી રહ્યુ હતું. આ દરમિયાન આ ઘટના બની હતી. હો‹ડગ્સ જે સમયે પડ્યુ તે સમયે રસ્તા પર ઘણા વાહનો હાજર હતા. હો‹ડગ્સના નીચે એક બે ઓટો રીક્ષા, એક કાર, એક સ્કુટી દબાઈ ગયા હતા. આ તમામ વાહનો ચાર રસ્તા પર સિગ્નલ પર ઉભા હતા અને ત્યારે જ આ હો‹ડગ્સ નીચે પડ્યુ હતું. હો‹ડગ્સ પડતુ જાઈ કેટલાક લોકો ત્યાંથી દૂર ખસી ગયા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જાકે આ ઘટનામાં ૩ લોકોના મોત થયા છે. જ્યારે ૪થી ૫ લોકો ઘાયલ થયા
છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




