શામલીમાં પરાળ સળગાવવા બદલ ૧૩ ખેડૂતોની ધરપકડ

0
320

મુઝફ્ફરપુર,તા.૧૫
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં જુદા જુદા સ્થળે પરાળ સળગાવવાના આરોપસર ૧૩ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે. ખેતરોમાં પાક લણ્યા બાદ વધતા કચરા (પરાળ)ને સળગાવવાની પ્રવૃતિ ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે. આમ કરવાથી વાયુપ્રદુષણમાં વધારો થતો હોવાથી સરકાર શિયાળા દરમિયાન ખેડૂતોને પરાળ નહીં સળગાવવા અનુરોધ કરે છે.
ઉત્તર પ્રદેશના થાનાભવન તેમજ જિંજણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરાળ સળગાવવા બદલ ૧૩ જેટલા ખેડૂતોની ધરપરકડ કરાઈ હોવાનું જણાયું છે.
શામલી જિલ્લા મેજિસ્ટ્રેટ રાખિલેશ સિંહે જણઆવ્યું હતું કે જિંજણા પોલીસ સ્ટેશે નવ જ્યારે થાનાભવન પોલીસ સ્ટેશને ચારની ધરપકડ કરી છે. ૧-૯ ડિસેમ્બરના ગાળામાં પરાળ સળગાવવાના કુલ ૩૧ ગુના નોંધાયા હોવાનું સિંહે જણાવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે પરાળ સળગાવવા મામલે ચેતવણી આપી હતી કે ખેડૂતો પરાળ સળગાવશે તો જે તે વિસ્તારના ગ્રામ પ્રધાન, એસએચઓ તેમજ પટવારીને પણ જવાબદાર ઠેરવવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY