૧૫ ફૂટ ઊંડી વરસાદી કાંસમાં અસ્થિર મગજની મહિલા પડી, રેસ્ક્યૂ કરીને બહાર કાઢી

0
36

વડોદરા,તા.૧૧
છાણી જકાતનાકા પાસે ન્યૂ સમા રોડ પર આવેલી ૧૫ ફૂટ ઊંડી વરસાદી કાંસમાં વહેલી સવારે એક મહિલા પડી ગઇ હતી. ટીપી-૧૩ ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જોકે અસ્થિર મગજની મહિલાએ બહાર નીકળવાની ના પાડતા ફાયર બ્રિગેડની ટીમે તેને હાથ બાંધીને બહાર કાઢી હતી. અને મહિલાને તેના પરિવારને સોંપી હતી.
વડોદરા ફાયર બ્રિગેડના ટીપી-૧૩ ફાયર સ્ટેશનમાં સવારે ૬ઃ૨૦ કલાકે કોલ મળ્યો હતો કે, ન્યૂ સમા રોડ પર આવેલી પોસ્ટ ઓફિસ પાસે વરસાદી કાંસમાં એક મહિલા પડી ગઇ છે. જેથી તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પરંતુ મહિલાએ બહાર નીકળવાની ના પાડી દીધી હતી. અને ફાયર બ્રિગેડની ટીમ સાથે ઝપાઝપી કરી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે મહિલાના હાથ બાંધીને તેને વરસાદી કાંસમાંથી બહાર કાઢી હતી. અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સોંપી હતી. જ્યાં અંબિકા વિજય સોસાયટીમાં રહેતો તેમનો પુત્ર વ્રજ દેવેન્દ્રભાઇ મિસ્ત્રીને બોલાવવામાં આવતા તેમના માતા જ્યોતિકાબેન દેવેન્દ્રભાઇ મિસ્ત્રી(૫૯)ને પરિવારને સોંપ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY