ગાંધીનગર રેલીમાં જતા નર્મદાના 250 જેવા શિક્ષકોને પોલીસે ડિટેન કરતા શિક્ષકોમાં રોષ 

0
66

જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ સહીત 11 જેટલા હોદેદારોને રાત્રીના ડિટેન કર્યા કેટલાકને નજર કેદ કર્યા

શિક્ષકોને પોઇચા પુલથી ડિટેન કરી રાજપીપળા બાદ જીતનગર પોલીસ હેડક્વાટર લઇ જવાતા શિક્ષકોના સરકાર વિરુદ્ધ સુત્રોચાર 

રાજપીપળા : નર્મદા જિલ્લાના 250 થી વધુ શિક્ષકોને નર્મદા પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવતા શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને લોકશાહીમાં સરકાર તાનાશહી કરી શિક્ષકોના આંદોલનને ખાળવાનો પ્રયાસ કરે છે, ત્યારે જિલ્લામાં શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.

છેલ્લા એક મહિનાથી વિવિધ વિરોધ પ્રદર્શન કરીને 22 મી ફેબ્રુઆરીના રોજ રાજ્ય શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવો અને રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું ત્યારે આ રેલી સફળ ન બને એ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં શિક્ષકો ગાંધીનગર ના પહોંચે એવી સૂચના મળતા નર્મદા પોલીસ દ્વારા પણ ગત રાત્રીના જ મુખ્ય જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ હરેન્દ્રસિંહ રાઉલજી, તાલુકા સંઘ પ્રમુખ રમેશ ગોહિલ સહીત હોદ્દેદારોને ાત્રીના જ ડિટેન અને નજરેદ કર્યા હતા, વહેલી સવારે શિક્ષકો મોટીસંખ્યામાં ગાંધીનગર જવા નીકળ્યા પરંતુ પોઇચા પૂલ ખાતે આ શિક્ષકોને અટકાવી નર્મદા પોલીસ જીતનગર હેડ ક્વાટર લઇ આવી આમ 250 થી 300 જેટલા શિક્ષકોને ડિટેન કરી ગાંધીનગર જતા રોક્યા હતા જોકે કેટલાક શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા જવામાં સફળ રહ્યા હતા .

જીતનગર ખાતે ડિટેન કરેલ શિક્ષકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે નેતાઓને રાજ્યશાસ્ત્ર અને નાગરિકશાસ્ત્ર શીખવનાર શિક્ષકોને ચોર,ગુંડા સમજીને પુરી દીધા છે આ કિસ્સો ગુજરાતના ઇતિહાસમાં સૌથી ધૃણાસ્પદ કૃત્ય છે સરકારના આ પગલાં સામે શિક્ષકો પરચો જરૂર બતાવશે આગામી 2019 ની ચૂંટણીમાં ખબર પાડી દઈશું તેવી ચીમકી પણ સરકારને આપી છે.

આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેન્દ્રસિંહ રાઉલજી એ જણાવ્યું હતું કે સરકારે ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની લડત લડતા શિક્ષકોને રોકી ઘણી મોટી ભૂલ કરી છે હવે જીલ્લા અને રાજ્ય સંઘ ઉગ્ર બન્યું છે શિક્ષકોને ડિટેન કરીને સરકારે ગુનેગાર બનાવ્યા પણ અમે હવે સરકારને બતાવીશુ કે ગુનેગાર કોણ છે શિક્ષકોનું હિત એ અમારું હિત શિક્ષકોને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાંસુધી અમે ઝપીશું નહિ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY