વડોદરા,તા.૩
વડોદરા શહેરમાં એકના ડબલ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના મામલે ૧૨ વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં સ્માર્ટ કેસ ઇન્વેસ્ટેમેન્ટ નામથી ઓફિસ ખોલી ૯૦ દિવસમાં ડબલ નાણાં આપવાની લાલચ આપીને વડોદરાના રાજીવ કપૂર નામના વ્યક્તિ પાસેથી ૫૪ લાખની છેતરપિંડી થઇ હતી.
વડોદરા શહેરના વાસણા રોડ આવેલી પાર્થ પાર્ક સોસાયટીમાં રહેતા રાજીવ કપૂરે સ્માર્ટ કેસ ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં ૫૪ લાખ રૂપિયા રોક્યા હતા. જેમાં કંપનીના સંચાલક આશુતોષ કોણકરે ફરિયાદી રાજીવ કપૂરને કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરશો તો ૯૦ દિવસમાં રૂપિયા ડબલ થઈ જશે તેવી લાલચ આપી હતી. સ્માર્ટ કેસ ઇન્વેસ્ટમેન્ટ કંપની ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ કરતી હતી. જેથી ફરિયાદીએ આરોપી આશુતોષની વાતમાં આવી પોતે, તેમની પત્ની, પુત્ર, સગા સંબધીઓ અને મિત્રો પાસેથી કંપનીમાં ૫૪ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
છેતરપિંડીના કેસના ફરીયાદી રાજીવ કપુરે જણાવ્યું હતું કે, આરોપી આશુતોષ કોણકર અને હું ૧૯૯૯માં ગુજરાત કાર્વન ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં સાથે નોકરી કરતા હતા. હું કોમર્શિયલ વિભાગમાં ડીજીએમની પોસ્ટ પર હતો જ્યારે આરોપી આશુતોષ કર્મચારી તરીકે નોકરી કરતો હતો. આરોપીએ મને એકના ડબલ રૂપિયા થઈ જશે, તેમ કહી રોકાણ કરવાની લાલચ આપી હતી, જેથી ૨૦૦૬માં મેં મારૂ અને સંબંધીઓનું ૫૪ લાખનું રોકાણ કરાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



