બોલો..સુરતમાં વીજ કંપનીની કચેરીને જ તાળા લાગ્યા

0
30

કચેરીનું ભાડુ નહી ભરાતા મકાન માલિકે તાળુ મારી દીધુ
સુરત,તા.૩
સુરતના ઓલપાડ ખાતે વીજ કંપનીની કચેરીને જ તાળા લાગ્યા છે. ભાડાના મકાનમાં ચાલતી વિજ કંપનીની કચેરીનુ ભાડુ નહી ભરતા મકાન માલિકે તાળુ મારી દીધુ છે. ઓલપાડ-સુરત મેઈન રોડને અડીને આવેલ વીજ કંપનીની ઓલપાડ ખાતેની કચેરી વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે.
પરંતુ છેલ્લા ૨૧ મહિનાથી મકાનનું ભાડું ન ચુકવતા મકાન માલિકે વીજ કંપનીની કચેરીને તાળુ મારી દીધુ હતુ. જેથી વીજ બીલ ભરવા આવેલા ગ્રાહકોના બિલ ભરવા માટે કચેરીની બહાર ટેબલ મૂકી ગ્રાહકોના નાણાં સ્વીકારવાની ફરજ પડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY