વડોદરા,તા.૨૩
વડોદરા શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં સીબીઆઈએ વધુ એક કેન્દ્રીય કચેરીના અધિકારી ને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. સીબીઆઈએ કંટ્રોલર ઓફ એકસપ્લોઝરના એક અધિકારી ને ગોરવા રોડ ઉપરથી દોઢ લાખની લાંચની રકમ સ્વીકારતા ઝડપી પડ્યો હતો. જયારે હાલ સીબીઆઈ અધિકારી ની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.
વડોદરા શહેરમાં ૧૦ દિવસ પૂર્વે પીએફ વિભાગના અધિકારી ને પાંચ લાખની લાંચ સ્વીકારતા સીબીઆઈની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જે ઘટના બાદ વધુ એક કેન્દ્રીય કચેરી ના અધિકારી ને લાંચ ના છટકામાં ઝડપી પાડ્યો છે. આ વખતે કંટ્રોલર ઓફ એક્સપ્લોઝર વિભાગના અધિકારી ને દોઢ લાખની લાંચ ની રકમ સ્વીકારતા ગોરવા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. સીબીઆઈ ની ટીમે ફરિયાદના આધારે છટકું ગોઠવી અને અધિકારી ને લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો છે. અધિકારી નું નામ એ.એક યાદવ હોવાનું અને ચીફ કંટ્રોલર નો હોદ્દો ધરવતા હોવાનું જાણવા મળ્યું છે. જાકે સીબીઆઈ દ્વારા હાલ સુધી કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નાથી. કેન્દ્રીય કચેરીમાં એક મહિનામાં બીજા છટકા બાદ લાંચિયા અધિકારીઓ માં ફફડાટ વ્યાપ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


