કેવડીયામાં આદિવાસીઓ સાથે થયેલા અત્યાચાર બાબતે ડેડીયાપાડા ધારાસભ્યએ શું કહ્યું …જાણો

0
26

કેવડિયા પોલીસે આદિવાસીઓ સાથે આતંકીઓ જેવું વર્તન કર્યું:મહેશ વસાવા

કેવડીયામાં આદિવાસીઓ સાથે થયેલા અત્યાચારનો જવાબ 2019ની ચૂંટણીઓમાં મળી જશે:મહેશ વસાવા

કેવડીયામાં વિવિધ 33 રાજ્યોના ભવન બનાવવાનો વિવાદ વકર્યો,ડેડીયાપાડા અને નાંદોદ ધારાસભ્યએ 6 ગામમાં લોકોની મુલાકાત લઈ સમસ્યાઓ જાણી.

28મી જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતના આદિવાસીઓ બિટીપીની આગેવાનીમાં કેવડીયાથી પગપાળા પદયાત્રા કાઢી કલેકટરને આવેદનપત્ર આપશે,17મી ફેબ્રુઆરીએ લાખોની જનમેદની વચ્ચે કેવડીયામાં જંગી જાહેરસભા.

રાજપીપળા :નર્મદા જિલ્લાના કેવડીયામાં દેશના વિવિધ 33 રાજ્યોના ભવનોનો સ્થાનિક આદિવાસીઓ જોર સોરથી વિરોધ કરી રહ્યા છે.19મી જાન્યુઆરીએ હરિયાણા સીએમ ખટ્ટરે હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કર્યું દરમિયાન આદિવાસીઓનું ટોળું ખટ્ટર પાસે વિરોધ સાથે પોતાની રજુઆત કરવા પહોંચ્યું હતું.દરમિયાન પોલીસે એમને રોક્યા હતા.તો બીજી બાજુ બીજું એક ટોળું કેવડીયામાં ચક્કાજામ કરવા ઉતરી પડ્યું હતું ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.સામે આદિવાસીઓ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં બે પોલીસ જવાનો ઘાયલ થયા હતા.આ મુદે કેવડિયા પોલીસે 11 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

આ ઘટના બાદ 6 ગામના અને કેવડિયા આદિવાસીઓના પ્રશ્નો મુદે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા અને નાંોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ કેવડીયામાં પીડિત આદિવાસીઓની મુલાકાત લઈ એમના વિકટ પ્રશ્નો મુદે ચર્ચાઓ કરી હતી.ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે કેવડિયા પોલીસે આદિવાસીઓ સાથે આંતકીઓ જેવું વર્તન કર્યું છે.નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી નેતાઓએ આ મુદ્દે મૌન સેવી આદિવાસી સમાજ સાથે દગો કર્યો છે.કેવડીયામાં આદિવાસીઓ સાથે થયેલા અત્યાચારનો જવાબ 2019ની ચૂંટણીઓમાં મળી જશે,આ અત્યાચાર ફક્ત કેવડિયાના નહિ પણ સમગ્ર ભારતના આદિવાસીઓ સાથેનો અત્યાચાર છે.કેવડિયા પોલીસની આદિવાસીઓ પ્રત્યેની કાર્યવાહી અને સરકારની આદિવાસીઓ પ્રત્યેની નીતિના વિરોધમાં આગામી 28મી જાન્યુઆરીએ બિટીપીની આગેવાનીમાં સમગ્ર ગુજરાતભરના આદિવાસીઓ એકત્ર થઈ કેવડીયાથી રાજપીપળા પદયાત્રા કાઢશે,અને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપી રાજુઆત કરશે.17મી ફેબ્રુઆરીએ ભારતભરમાંથી આદિવાસીઓના વિવિધ સંગઠનના લાખોની જનસંખ્યામાં આદિવાસીઓની ઉપસ્થિતિમાં કેવડિયા ખાતે સરકાર અને તંત્રની વિરુદ્ધમાં જંગી જાહેરસભા થશે,આ સભામાં સરદાર સરોવર ડેમ,સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ અને વિયર ડેમ પ્રોજેકટમાં જમીન ગુમાવેલ આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવવામાં આવશે એમ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY