વડોદરા,તા.૬
વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાના પરિવારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત રૂપિયા ૭ લાખની સહાય આપવામાં આવી છે. આ સહાયમાંથી પીડિતા રૂપિયા ૨.૫૦ લાખનો ઉપયોગ કરી શકશે. બાકીના રૂપિયા ૪.૫૦ લાખ ડિપોઝિટ કરવામાં આવશે. જે ડિપોઝિટની રકમ પીડિતા ૧૮ વર્ષ પછી ઉપયોગ કરી શકશે.
૨૮ નવેમ્બરના રોજ વડોદરા શહેરના નવલખી મેદાનમાં બનેલી સામૂહિક દુષ્કર્મની બનેલી ઘટનામાં ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારને ડિસ્ટ્રીક જજ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન ડો. સી.કે. જોષીના હસ્તે રૂપિયા ૭ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ સમયે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન ડો. સી.કે. જોષીએ જણાવ્યું હતું કે, ડિસ્ટ્રીક્ટ જજ, પોલીસ કમિશનર, મેડિકલ ઓફિસર તેમ સાત સભ્યોની ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા દુષ્કર્મ પિડીતાના પરિવારને ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બર્સમાં રૂપિયા ૭ લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો છે. પીડિતા રૂપિયા ૭ લાખની સહાયમાંથી રૂપિયા ૨.૫૦ લાખ ઉપાડીને વાપરી શકશે. અને બાકીના રૂપિયા ૪.૫૦ લાખ ડિપોઝિટ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


