હૈદરાબાદ પોલીસની બહાદુરીના ચોમેર વખાણ : ઉદ્યોગપતિએ આપ્યું ૧ લાખનું ઈનામ

0
27

ભાવનગર,તા.૬
હાલ સમગ્ર દેશમાં હૈદરાબાદ પોલીસની બહાદુરીના વખાણ થઈ રહ્યાં છે. ચારેતરફથી લોકો તેમની વાહવાહી કરી રહ્યાં છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે કે હૈદરાબાદ પોલીસે આક્રમક પગલુ લીધું છે. ત્યારે ભાવનગર પાસેના મહુવાના ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઇનામ જાહેર કર્યું છે.
હૈદરાબાદમાં દિશાનો બળાત્કાર કરનાર આરોપીને પોલીસ દ્વારા એક્નાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. શુક્રવારની સવાર દેશવાસીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવી હતી. ત્યારે હૈદરાબાદ પોલીસ વેલ્ફેર માટે મહુવાના રાજભા નામના ઉદ્યોગકારે એક લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. આ રોકડ રકમને સમગ્ર ગુજરાત તરફથી હૈદરાબાદ પોલીસને મોકલવામાં આવશે. હૈદરાબાદ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં પોલીસની સફળતા અને પોલીસના જુસ્સા માટે સૌરાષ્ટ્રના મહુવાના ઉદ્યોગકાર રાજભાની ઉદારતા સામે આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY