ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા ૬ કર્મચારીઓનાં મોત, ૧૫ ઘાયલ

0
46

વડોદરા,તા.૧૧
વડોદરાના પાદરામાં આવેલી એક કંપનીના ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હોવાની જાણકારી સામે આવી છે. જેમાં ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક ૬ પર પહોંચ્યો છે. જેમાંથી ૪ મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે ૨ મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે.
પાદરાના ગવાસદ ગામે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે સાતથી આઠ મજૂરોને ઈજાઓ પહોંચી હતી અને આ તમામ મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજનનો બાટલો ફાટયો હોવાને કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. અને બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગી ગઈ હતી. બ્લાસ્ટને કારણે કંપનીમાં કામ કરી રહેલાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ગવાસદ ગામમાં પણ ફફડાડનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ૭ એમ્બ્યુલન્સ અને ૫ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપનીના ઉપરનાં પતરાં ઉડી પણ ઉડી ગયા હતા. બ્લાસ્ટની તીવ્રતા તમે એ વાતથી જ સમજી શકો કે, તેનો અવાજ અનેક કિમી દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ સમયે કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર ન હતા.
આ બાજુ વડુંના પીઆઈના જણાવ્યાં મુજબ વિસ્ફોટ થયો તે કંપનીમાં હાઈડ્રોજન ગેસ રીફિલિંગનું કામ થાય છે. હાઈડ્રોજન ગેસ સિલિન્ડરમાં લીકેજના કારણે આ વિસ્ફોટ થયો. આગને જોકે હાલ કાબુમાં લઈ લેવાઈ છે. પાદરાના મામલતદાર, પ્રાંત અધિકારી, જીપીએસસી અધિકારી, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારી સ્થળ પર પહોંચી ગયા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. પાદરાના ફાયર અધિકારી નરેન્દ્ર કંઝારિયાએ આ વિસ્ફોટ અંગે નિવેદન આપતા કહ્યું કે કંપનીના ગોડાઉનમાં પ્રતિબંધ છે. હજુ પણ ગેસના સિલિન્ડર લીકેજ છે. પોલીસે બેરીકેટ લગાવ્યાં છે. વિસ્ફોટની ગતિ વધુ હોવાના કારણે દીવાલ પણ ફાટી પડી. મૃતકોના લોહીથી દીવાલો રંગાયેલી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY