દરબાર રોડ સ્ટેશન રોડ અને સોસાયટી માં ચાલતી પોસ્ટ બંધ થઈ ગઈ ત્યારે હાલ માત્ર સંતોષ ચાર રસ્તા પાસેની એકજ મુખ્ય પોસ્ટ ઓફિસ કાર્યરત પરંતુ એ પણ ઘણી દૂર પડતા સિનિયરસીટીજનોને તકલીફ
નર્મદા જિલ્લો વિકાસ માં હરણફાળ પ્રગતિ તરફ છે જેમાં ખાસ સ્ટેચ્યુ ના કારણે લાખો લોકોની આવન જાવન વધી છે ત્યારે અન્ય વિકાસ કરતી સરકાર ગ્રામજનો માટે કોઈ વિચાર કેમ નથી કરતી
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સહિતના સ્થળો ના કારણે હાલ નર્મદા જિલ્લાનું નામ મોખરે છે છતાં જિલ્લાના વડા મથક રાજપીપળા નો વિકાસ જાણે થંભી ગયો છે એમ લાગી રહ્યું છે .
રાજપીપળા શહેરમાં રજવાડા સમય થી અત્યાર સુધી ચાર પોસ્ટ ઓફિસ કાર્યરત હતી જે બંધ થતા હાલ માત્ર એકજ મુખ્ય પોસ્ટ ઓફિસ કાર્યરત છે અને એ પણ દૂર આવેલી હોય પેન્શનરો સિનિયર સિટિજનો સહીત મહિલાઓ ને ભારે તકલીફ પડી રહી છે અગાઉ રાજપીપળા ના સ્ટેશન રોડ,રાજેન્દ્ર સોસાયટી ,દરબાર રોડ અને સંતોસ ચાર રસ્તા પાસે મુખ્ય પોસ્ટ ઓફિસ મળી કુલ ચાર પોસ્ટ હતી પરંતુ ધીમે ધીમે ત્રણ પોસ્ટ બંધ થતા હાલ એક માત્ર મુખ્ય પોસ્ટ કાર્યરત હોય પેન્શનરો સહિતના અન્ય લોકોની તકલીફ વધી છે .
એક તરફ સરકાર વિકાસની વાતો કરી સ્ટેચ્યુ જેવી બાબતે વધુ સક્રિય જણાય છે ત્યારે બીજી તરફ પોસ્ટ ઓફિસ જેવી જરૂરિયાત માટે સરકારની ઢીલી વૃત્તિ કે પછી અન્ય ખાનગી એજન્સીઓના ફાયદા માટે પોસ્ટ બંધ થવા છતાં નિષ્ક્રિય જણાય છે ત્યારે રાજપીપળાની મધ્ય માં પોસ્ટ ઓફિસ શરુ થાય એવી જરૂરિયાતમંદોની માંગ છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




