વડોદરા,તા.૧૫
ઉતરાયણમાં કેટલાક પક્ષીઓ દોરાથી પોતાના જીવ ગુમાવતા હોય છે ત્યારે વડોદરામાં એક યુવકે ઘવાયેલા કબૂતરને પાણીમાંથી જીવતો બચાવી લઈ તેને નવું જીવન આપ્યુ હતું.
ઉત્તરાયણ પર્વમાં પતંગના માંજાથી અનેક પક્ષીઓના મૃત્યુ થાય છે અને તેનાથી અનેક ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે પતંગના દોરાથી ઘવાયેલુ કબૂતર વડોદરા શહેરના સુરસાગર તળાવમાં પડયું હતું. અને તેની પાંખમાં દોરી ફસાઇ ગયેલી હતું. આ સમયે કિનારે ઉભેલી એક બાળકી આ દ્રશ્યો જોઇ ગઇ હતી. અને તેને તેના પિતાને કહ્યુંઃ ‘પપ્પા ફટાફટ જાઓ કબૂતરને બચાવો’ આ શબ્દો સાંભળતા પિતા સતિષભાઇ સુરસાગર તળાવમાં કૂદી પડયા હતા. અને તરફળીયા મારી રહેલા કબૂતરને પકડી લીધુ હતું. અને તેને બહાર કાઢીને સારવાર માટે જીવદયા કેન્દ્ર પર મોકલી આપ્યું હતું.
સમય ઓછો હોવાથી કંઇ પણ વિચાર્યા વિના સતિષભાઇ તળાવમાં કૂદી ગયા હતા. અને માત્ર ૧.૫૩ મિનીટમાં કબૂતરને બચાવ્યું હતું. અને કબૂતરને શાંત કરીને તેની પાંખમાં ભરાયેલી દોરી પોતાના મોઢેથી કાઠી નાખી હતી. અને એક મુંગા પશુને નવજીવન આપ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



