વડોદરા,તા.૧૫
શહેર જિલ્લામાંથી ઉત્તરાયણ પર્વે પતંગના દોરા વડે ઈજાગ્રસ્ત થયેલા ૫૭ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે ૨૫ પક્ષીઓ મૃત્યુ પામ્યાં હતાં. આ પક્ષીઓને તાત્કાલિક ધોરણે વેટરનરી પોલિ ક્લિનિક હોસ્પિટલ ભૂતડીઝાંપા અને ગેંડા સર્કલ ખાતે સારવાર અપાઇ હતી. પક્ષીઓને વેન્ટિલેટરથી ઓક્સિજન આપી તેમના જીવ બચાવવામાં આવ્યા હતા.
આ વર્ષે ઉત્તરાયણ પર્વે પતંગના દોરા વડે ઘવાયેલાં પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા વિવિધ ૩૮ સ્થળો પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કેમ્પ પર ગત ૧૨મી તારીખથી કાર્યકરો દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સારવાર આપવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ ૫૭ પક્ષીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે ૧૧ પક્ષીઓ એવાં હતાં જેમને મોડી સારવાર મળવાને કારણે અથવા વધુ ઘાયલ હોવાથી સ્થળ પરથી જ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


