ધુમ્મસને કારણે રસ્તામાં ઉભેલી ટ્રક ન દેખાતા કારે ટક્કર મારી, એકનું મોત

0
17

વડોદરા,તા.૧૮
ડભોઇ તાલુકાના અંબાવ ગામ પાસે સવારે ધુમ્મસને કારણે રસ્તામાં ઉભેલી ટ્રક ન દેખાતા હાઇવાના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે હાઇવામાં ફસાયેલા ડ્રાઇવરને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને બહાર કાઢયો હતો.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના અંબાવ ગામ પાસે ટ્રક અને હાઇવા વચ્ચે થયેલા અકસ્માતમાં ડ્રાઇવર હાઇવામાં ફસાયો હોવાની માહિતી મળતા વડોદરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યુ હતું. અને ભારે જહેમત બાદ હાઇવામાં ફસાયેલા ઇજાગ્રસ્ત હાલતમાં ડ્રાઇવરને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢયો હતો. અને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડભોઇ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY