સંજય લીલા ભણસાલી ૨૦૧૯ બાલાકોટ એરસ્ટ્રાઇક પર ફિલ્મ બનાવશે

0
5

મુંબઇ,તા.૧૩
આ વર્ષે થયેલ બાલાકોટ એરસ્ટ્રાઇક પર ફિલ્મ બનવાની છે. સર્જિકલ સ્ટ્રાઇકલ પર ‘ઉરી’ ફિલ્મ બનાવવામાં આવી હતી અને તે સુપરહિટ સાબિત થઇ હતી. ત્યારબાદથી આ પ્રકારની ફિલ્મો બનાવવા તરફ ફિલ્મમેકર્સ વળ્યા છે. સંજય લીલા ભણસાલી, ‘ટી સિરીઝ’ના ભૂષણ કુમાર, મહાવીર જૈન અને પ્રજ્ઞા કપૂર સાથે મળીને ૨૦૧૯ બાલાકોટ એરસ્ટ્રાઇક પર ફિલ્મ બનાવશે.
ફિલ્મ અનાઉન્સ કરી તેમાં લખ્યું હતું કે, ‘આવો સાથે મળીને ભારતના પુત્રો અને તેમની હિંમતને ટ્રિબ્યુટ આપીએ. એક સ્ટોરી જે ઇન્ડિયન એર ફોર્સની સફળતાને ઉજવે છે.’ આ ફિલ્મને ‘કેદારનાથ’ ફેમ ડિરેક્ટર અભિષેક કપૂર લખશે અને ડિરેક્ટ કરશે.
પુલવામા હુમલામાં થયેલ ૪૦ જવાનોના મૃત્યુનો વળતો જવાબ આપવા ૨૬ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે બાલકોટ એરસ્ટ્રાઇક ઇન્ડિયન એર ફોર્સ દ્વારા કરવામાં આવી હતી. ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જઈને બાલાકોટ પર બોમ્બમારો કર્યો હતો. આતંકવાદીઓના અડ્ડા પર સતત બોમ્બ ફેંકીને આ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તેના જવાબમાં પાકિસ્તાન એરફોર્સે હુમલો પણ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY