અદ્યતન સારવાર માટે જાણીતી AIIMS હોસ્પિટલને ગુજરાતમાં સ્થાપવા માટેની કવાયત લાંબા સમયથી ચાલતી હતી. જેમાં વડોદરા, સુરત, અમદાવાદ, અને રાજકોટ મહાનગર દ્વારા પોતાના શહેરમાં AIIMS સ્થાપવામાં આવે તે માટે રાજકીય ખેચતાણ ચાલતી હતી. જયારે આજે રાજકોટ મહાનગર ને AIIMS હોસ્પિટલની ભેટ મળતા વડોદરા મહાનગર માં નારાજગીનો માહોલ જોવા મળ્યો છે.
ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વડોદરા શહેર અન્ય રાજ્યો માટે પણ ઉપયોગી થઇ શકે તેમ છે. મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના રાજ્યો સાથે હવાઈ માર્ગે તેમજ રેલ માર્ગે જોડાયેલું શહેર હોવા છતાય રાજકોટની પસંદગી પર પ્રજા એ સવાલો ઉભા કર્યા હતા.
વિધાનસભામાં કેબીનેટ મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રાજકીય સ્ટ્રેન્થ મજબુત હોવાથી રાજકોટને AIIMS મળી છે. જયારે વડોદરા અને મધ્ય ગુજરાતની નબળી નેતાગીરી ના કારણે આવું અન્યાય થયું છે.
આ મામલે રાજકીય ખેચતાણ નેવે મૂકી લોક હિત માટે AIIMSને ભૌગોલિક દ્રષ્ટિએ વડોદરામાં સ્થાપવા ફેરવિચારણા કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવી જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



