ગેર કાયદેસર પિસ્તોલ તથા છ કારતૂસ સાથે બે ઇસમોને આર.આર.સેલ.,વડોદરા વિભાગે પકડ્યા

0
33

આગામી લોકસભા ચુંટણી શાંતીપ્રિય પસાર થાય તે માટે દારૂ બંદીનો કડક અમલ કરવા તેમજ ગેર કાયદેસર હથિયાર સાથે ગુનો કરવા નિકળતા ઇમમ વિશે માહિતી મેળવી પકડી પાડવા આપેલ સુચના અનુંશાર એચ.પી.ઝાલા,પોલીસ સબ ઇન્સ્પેકટર, આર.આર.સેલ, વડોદરા વિભાગ, વડોદરા તથા આર.આર.સેલનો પોલીસ સ્ટાફ આ
કાર્યવાહી માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન ગઇ કાલ તા.૧૨/૪/૧૯ના રોજ ખાનગી બાતમીદારથી ચોકકસ બાતમી હકિકત મળેલ કે, એક કાળા રંગની બજાજ પલ્સર મોટર સાયકલ નં. જી. જે.- ૦૬- એમસી- ૧૪૦૦ પર બે ઇસમો ગેર કાયદેસરના અગ્નિશસ્ત્રો લઇને અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ કનોરીયા કંપની પાસે ફરી રહ્યા છે. જે બાતમી આધારે પંચો સાથે વોચ ગોઠવી બાતમી મુજબનાનંબરવાળી મોટર સાયકલ સાથે (૧) બિરેન્દરસિંહ જસમીરસિંહ હાલ રહે. મીરાનગર અંકલેશ્વર જી.આઇ.ડી.સી. જી.ભરૂચ મુળ રહે.દાલનગર તા.બલીયા જી.લખીમપુર ખીરી (ઉત્તરપ્રદેશ) (૨) રાજસીંગ ઉર્ફે રાજુ સરદાર બાબુસીંગ ગુરૂ હાલ રહે.બી/૪ કૈલાશપતિ સોસાયટી રણોલી જી.વડોદરા મુળ રહે.કાબડા કોઠી તા.જી.સંગરૂર (પંજાબ)નાઓને પકડી તેઓના કબજામાંથી ગેર કાયદેસરની એક પિસ્તોલ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા છ જીવતા કારતૂસ કિ.ર।.૬૦૦/- તેમજ બે મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ રૂ।.૭૭,૧૦૦/-નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ કરેલ આ બંને ગુનેગારોની પુછપરછ દરમ્યાન આરોપી રાજસીંગ ઉર્ફે રાજુ સરદાર રીઢો ગુનેગાર હોવાનું જણાઇ આવેલ તેના વિરૂધ્ધ ધાડ લૂંટના ઘણાં ગુનાઓ ગુજરાત તથાં અન્ય રાજયોમાં દાખલ થયેલ છે. જે પૈકી રાજસીંગ ઉર્ફે રાજુ સરદાર વિરૂધ્ધ આણંદ જીલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૫૪/૨૦૧૭, તાપી જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૦૬/૨૦૧૭, ભિલવાડા (રાજસ્થાન) જીલ્લાના રાયલા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૭૫/૨૦૧૭ના લુંટના ગુનાઓ દાખલ થયેલા હોય આ ગુનાઓમાં તે નાસતો ભાગતો ફરતો હોય આ ગુનામાં પકડવાનો બાકી હોવાનું જણાય આવતા તે ગુનાઓમાં સોપણી કરવા તથાં આ આરોપીઓ ના રીમાન્ડ મેળવી વધુ ગુનાહિત માહિતી મેળવવા ચક્રો ગતિમાન કરેલા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY