મુંબઈ,તા.૧૦
એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેની કેન્સર સામે લડાઇ ચાલુ છે. આ જીવલેણ બિમારી હોવા છતાં તે હંમેશા સોશ્યલ મીડિયા પર પાઝિટિવ મેસેજ શૅર કરતી રહે છે, ત્યાં સુધી કે તે પોતાના ફોટોઝ અને વીડિયોઝમાં પણ હંમેશા સ્માઇલ કરતી જાવા મળે છે. જાકે, તાજેતરમાં જ કરેલી એક પોસ્ટમાં તેનું દુઃખ સામે આવ્યુ છે. આમાં તેણે દરરોજની સ્ટ્રગલ વિશે જણાવતા પોતાની બિમારી વિશેની વાત લખી છે.
સોનાલી બેન્દ્રેએ પોતાની પોસ્ટમાં જણાવ્યુ કે, ”ગત થોડા મહિનાથી મારી જિંદગીમાં ઘણા સારા દિવસો પણ આવ્યા અને ખરાબ દિવસો પણ આવ્યા. કેટલાક દિવસો એવા પણ હતા કે જ્યારે હું થાકી જતી હતી અને મને એટલી પીડા થતી હતી કે હું એક આંગળી ઉઠાવવા માટે પણ સક્ષમ ન હતી. મને લાગે છે કે, આ પૂરી એક સાયકલ છે. જેમાં દર્દ શરીરથી શરૂ થઇને દિમાગ અને પછી ભાવનાઓ સુધી પહોંચી જાય છે. કીમો અને સર્જરી પછી હસવું મુશ્કેલ બની જાય છે.”
ક્્યારેક મને એવું લાગે છે કે, આ સ્થિતિ બહાર નીકળવા માટે મારો જીવ રેડી દેવો પડશે. દર મિનિટ મારે મારી જાત સાથે લડવું પડે છે. હું આ લાંબી અને થકવી દેનારી લડાઇ લડતી રહી હતી કેમકે હું જાણતી હતી કે હુ્ં લડવા લાયક છું. એ જાણવું જરૂરી છે, આપણી જિદંગીમાં થોડા દિવસોમાંથી પસાર થવાની પરવાનગી છે. પોતાને જબરદસ્તી ખુશ રાખવાનો પ્રયત્ન નિરર્થક છે. આપણે આ ઢોંગ કેમ અને શેના માટે કરી રહ્યા છે?
ઊંઘ અથવા કીમો બાદ મારી ફેવરિટ સ્મૂધી અથવા મારા પુત્ર સાથેની વાતચીત મને હંમેશા કામમાં આવે છે.” આ સાથે જ સોનાલીએ આ પોસ્ટના અંતમાં ઘરે પરત ફરવાની ઇચ્છા પણ વ્યકત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




