વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંધ ગેહલોત તથા સયુંક્ત પોલીસ કમિશ્નર કેશરીસિંહ ભાટી તથા નાયબ પોલીસ કમિશ્રર ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ પી.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.સી.કાનમિયાને સુચના આપેલ કે હાલમાં વર્લ્ડકપ કિકેટ મેચ ચાલતી હોય જેમાં કેટલાંક બુકીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ ઓન લાઇન હારજીતનો સટ્ટો ટીવી તેમજ મોબાઇલ ઉપર પોતાના રહેણાંક મકાનમાં તથા વાહનોમાં જુગાર રમાડે છે જે જુગારની પ્રવૃતિ વિશે માહિતી મેળવી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરી સફળ કેસો કરવા સુચના કરેલ જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.સી. કાનમિયાના સીધા માર્ગદર્શન હેઠળ તા.૦૮ જુલાઈ ના રોજ પી.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે “કમલેશ ઉર્ફે કમુ જયરામદાસ જસવાણી નામનો ઇસમ તા.૦૬ જુલાઈ ના રોજ ભારત-શ્રીલંકા તથા ઓસ્ટ્રીલીયા-સાઉથ આફ્રિકા ક્રિકેટ મેચનો સટ્ટો લીધેલ જે લીધેલ સદ્દાનો હિસાબ મોબાઇલમા કરી ઉધારી કરી જુના આર ટી ઓ ની બાજુમાં સોના મહેલના ગેટ પાસે થી ચાલતો આવનાર હોય જે બાતમી આધારે પકડી પાડી અને આરોપી પાસે થી અંગ ઝડતીમાંથી મળેલ રોકડા કુલ રૂપીયા ૧૪,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૦૧ કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા ક્રિકેટ સટ્ઠાનો હીસાબ મળી કુલ્લે રૂ.૨૯, ૫૦૦/-સાથે એક ઇસમને ઝડપી મુદામાલ કબ્જે કરી પી.સી.બી એ આગળની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



