માની મમતાને લાંછન : વડોદરામાં તળાવની પાસેથી નવજાત શિશુ મળી આવ્યુ

0
122

વડોદરા,તા.૯
“મા તે મા, બીજા બધા વગડાના વા” આ કહેવત કળિયુગી સમયમાં ખોટી સાબિત થઇ રહી છે. માની મમતાનો લાંછન લગાડતો કિસ્સો હાલ વડોદરા VIP રોડમાંથી સામે આવી રહ્યો છે. વડોદરામાં VIP રોડ પરથી નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચમચાક મચી જવા પામી છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહીતી મુજબ વડોદારા VIP રોડ પાસે આવેલા ખોડિયારનગર તળાવ પાસેથી બિનવારસી શિશુ મળી આવ્યું છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા ૧૦૮ને શિશું અંગે જાણ કરી હતી. જેને લઇને તેને સારવાર અર્થે ખસેડાયું હતું. નવજાત શિશુ મળી આવતા હરણી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મળી જવા પામી છે. આ અંગે પ્રાથમિક વિગર મુજબ શિશુની ઉંમર ૧૧ દિવસની હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY