રાજ્યમાં ૧૭ તાલુકાઓમાં વરસાદ, ધાંગધ્રા અને દસાડામાં સૌથી વધારે ૨ ઇંચ

0
53

હવામાન વિભાગ તરફથી પાંચ દિવસ સુધીની વરસાદની આગાહી આપવામાં આવી
ગાંધીનગર,તા.૯
રાજ્યમાં ફરીથી ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આઠમી ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાત સહિતના વિસ્તોરમાં વરસાદ પડવાની આગાવી વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
ગુરુવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ધાંગધ્રામાં ૨.૬ ઇંચ અને દસાડામાં ૨.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ૧૭માંથી ૧૦ તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. સંખેડા, કડી, કવાંટ, વિરમગામ, જાંબુઘોડા, છોટાઉદેપુર, હાલોલ, બોડેલી, કલોલ અને ઉમરપાડામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પાંચ જેટલા તાલુકાઓમાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
ગુરુવારે સવારે હવામાન વિભાગ તરફથી પાંચ દિવસ સુધીની વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન ઉપર સર્જાયેલા અપર એર સાઇક્લોનિકની અસરને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY