વધુ વરસાદને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિમાં પ્રશાસન સાથે સૌ પ્રજાજનોને સહયોગ કેળવવાની હિમાયત કરતા પ્રભારી મંત્રીશ્રી
૩૦ઃ રાજ્ય સરકારના સાંસ્કૃતિક વનોના નિર્માણ પાછળનો આશય સ્પષ્ટ કરતા રાજ્ય વનમંત્રી શ્રી રમણલાલ પાટકરે, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને વિરાસતને પ્રજા સમક્ષ મુકવાનો રાજ્ય સરકારનો સ્તુત્ય પ્રયાસ છે, તેમ ડાંગ જિલ્લાના ૬૯માં વન મહોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.
જંગલો નષ્ટ થવાથી પૃથ્વી ઉપર તોડાઇ રહેલા ખતરા તરફ અંગુલીનિર્દેશ કરતા વનમંત્રીશ્રીએ ધનિષ્ઠ વૃક્ષારોપણની હિમાયત સાથે પ્રજાજનો પણ તેમાં સહયોગી બને તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું. વનાચ્છાદિત ડાંગ જિલ્લાનો ઉલ્લેખ કરતા શ્રી પાટકરે માલિકી યોજના હેઠળ કપાતા વૃક્ષોની સામે કરવાના થતા વૃક્ષ વાવેતર બાબતે, સાવચેતી અને જાગૃતિ દાખવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે આદિવાસી હક્કપત્રકની ચર્ચા કરતા વન અધિકારી ધારાની વિગતો પણ રજુ કરી હતી.
આદિવાસી ઉપરાંત બિન આદિવાસી ખેડૂતોને વન, અને જમીનના હક્કો આપવામાં સીમાચિન્હરૂપ નિર્ણયો લેનારા, વલસાડના પનોતા પુત્ર અને તત્કાલિન વડાપ્રધાન શ્રી મોરાજીભાઇ દેસાઇની કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરી, મંત્રી શ્રી રમણલાલ પાટકરે આદિવાસી વિસ્તારો, અને વન વિસ્તારોમાં પાયાકિય સુવિધાઓ બાબતે સ્વાવલંબન બનવા માટે વર્તમાન રાજ્ય સરકારે હાથ ધરેલા કાર્યોની ઝાંખી રજુ કરી હતી.
વૃક્ષા વાવેતર સાથે માનવીની લાગણીઓ જોડાયેલી છે ત્યારે માનવ જીવનમાં વનોનું માહાત્મ્ય, અને તેના ઔષધિય ગુણોનો પરિચય આપતા મંત્રી શ્રી રમણલાલ પાટકરે, સહભાગી વન વ્યવસ્થાનો ઉદૃેશ સ્પષ્ટ કરીને, સ્થાનિક પ્રજાજનોને તેમાં જોડી, વનોનું મહત્વ તેમને પણ સમજાવાઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લામાં કાર્યરત સહભાગી વન વ્યવસ્થા હેઠળની વન મંડળીઓના માધ્યમથી સ્થાનિક રોજગારીની વિપૂલ તકોનું નિર્માણ થઇ રહ્યું છે તેમ જણાવતા મંત્રીશ્રીએ વન પ્રદેશ અને વન ખનીજની આવક તેમણે મળી રહી છે તેમ જણાવ્યું હતું. વન એ વનપ્રદેશમાં રહેતા પ્રજાજનોનું છે તેવો ભાવ તેમનામાં ઊભો થવાથી, હવે વન વિસ્તાર વધી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં સૌ પ્રજાજનો વધુમાં વધુ વાવેતર કરે તે માટે પણ શ્રી પાટકરે આહ્વાન કર્યું હતું.
આગામી દિવસોમાં જળસંચયના થયેલા કામોમાં ખોદાયેલા તળાવોની પાળે, ધનિષ્ઠ વૃક્ષારોપણ કરીને જળક્રાંતિ બાદ હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધી રહેલા રાજ્ય સરકારના વલણનો ખ્યાલ આપીને મંત્રીશ્રીએ વૃક્ષરથના માધ્યમથી રાજ્યભરની પંચાયતોમાં વૃક્ષના રોપાઓનું વિતરણ કરવાનું અભિયાન હાથ ધરાઇ રહ્યું છે તેમ પણ આ વેળા જણાવ્યું હતું.
વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને ચેક તથા પ્રશસ્તિપત્રો એનાયત કરતા મંત્રી શ્રી પાટકરે સૌ વનવાસી પ્રજાજનોને આર્થિક ઉન્નતિ સાધવા માટેની શુભકામના પાઠવી હતી. વન પ્રદેશ અને શહેરી પ્રદેશના નાગરીકોના સ્વાસ્થ્યમાં રહેલા તફાવતનો વર્ણવતા શ્રી પાટકરે પ્રાકૃતિક સંપદાને કારણે તંદુરસ્ત જીવનશૈલી ગ્રામજનોને મળી છે તે સૌભાગ્યની વાત છે તેમ જણાવ્યું હતું.
ચોમાસા દરમિયાન થયેલા વરસાદને કારણે પાયાકિય સુવિધાઓ સહિત જન આરોગ્ય બાબતે ચિંતિત રાજ્ય સરકાર, અને પ્રશાસનની સાથે રહીને જનજીવનને ફરીથી જોમવંતુ કરવાની હાંકલ પણ ડાંગના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે આ વેળા કરી હતી. ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વધઇ ખાતે આયોજિત ૬૯માં વન મહોત્સવ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત, તથા કલેક્ટર શ્રી બી.કે.કુમાર સહિતના મહાનુભાવોએ પણ મનનિય વક્તવ્યો રજુ કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના વન મહોત્સવ દરમિયાન વન વિભાગ દ્વારા ૧૮ લાખ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. જેમાં સાગના સ્ટમ્પ ર.૫૭ લાખ, અને ૧૫.૪૩ લાખ ઇંજાયલી રોપાઓનું વિતરણ હાથ ધરાયુ છે. હરિયાળા ડાંગ અભિયાન હેઠળ જિલ્લાના ૩૧૧ ગામોમાં ગામદીઠ ૨૦૦ રોપાઓ જન ભાગીદારીથી રોપવાનું આયોજન હાથ ધરવા સહિત વન વિભાગ દ્વારા, શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ મેળવનારા તમામ નવાગંતુક બાળકો તથા તેમના વાલીઓને બે બે આંબા કલમ આપીને તેમનામાં શરૂઆતથી જ વૃક્ષ વાવેતરના સંસ્કારનું સિંચન થાય તેવા સ્તુત્ય પ્રયાસો હાથ ધરાયા છે.
વધઇના કાર્યક્રમ દરમિયાન વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકર સહિતના મહાનુભાવોના હસ્તે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને કુલ રૂા.ર કરોડ, ૧૦ લાખથી વધુની રકમના ચેક, તથા પ્રશસ્તિપત્રોનું પણ વિતરણ કરાયુ હતું.
કાર્યક્રમ દરમિયાન ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગી નૃત્ય, પાવરી નૃત્ય પણ ઉપસ્થિત પ્રેક્ષકો તથા મહાનુભાવોએ માણ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત વક્તવ્ય ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગિ્નશ્વર વ્યાસે રજુ કર્યુ હતું. જ્યારે અંતે આભારવિધી દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી દેવેન્દ્રકુમાર ત્રિવેદીએ આટોપી હતી. કાર્યક્રમની ઉદ્ધોષક તરીકેની સેવા વન અધિકારી શ્રી ઇદ્રિશ ટોપિયા અને વધઇના બી.આર.સી. શ્રી શૈલેષ માહલાએ આપી હતી.
વધઇના કાર્યક્રમમાં ઉક્ત મહાનુભાવો ઉપરાંત જિલ્લાના પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ અને વિજયભાઇ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઇ ચૌધરી, વધઇ અને આહવા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સ્થાનિક તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, વાસુર્ણાના રાજવી શ્રી ધનરાજસિંહ, ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક શ્રી ગાંડાભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.ડી.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજ્યાન, પ્રાયોજના વહિવટદાર શ્રી એસ.બી.ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ડી.કે.વસાવા, વન અધિકારીઓ, વનકર્મીઓ, મીડિયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



