ખેડા જિલ્લાોમાં તા.૧ ઓગષ્ટવથી તા.૩૧ ઓગષ્ટર દરમિયાન સ્‍વચ્‍છતા સર્વેક્ષણ હાથ ધરાશે

0
34

‘‘સ્‍વચ્‍છ ગામ – સ્‍વચ્‍છ જિલ્‍લા’’ની થીમ પર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગુણાત્‍મક મૂલ્‍યાંકનને આધારે કરાયું આયોજન

ખેડા જિલ્‍લાને સ્વચ્‍છ બનાવવા નાગરિકોને સહયોગ આપવા જિલ્‍લા પ્રશાસનનો અનુરોધ

નડિયાદઃ સોમવારઃ- ખેડા જિલ્‍લામાં તા.૧લી ઓગષ્‍ટથી તા.૩૧ ઓગષ્‍ટ ૨૦૧૮ દરમિયાન સ્‍વચ્‍છતા સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી લાખાણીએ જણાવ્‍યું છે. કેન્‍દ્ર સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્ધારા નિયુક્ત થયેલ સંસ્‍થા દ્ધારા ગ્રામિણ વિસ્‍તારોની મુલાકાત લઇ સ્‍વચ્‍છતા સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું શ્રી લાખાણીએ ઉમેર્યું હતું.

ખેડા જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શરૂ થતાં સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૧૮ દરમિયાન સર્વેક્ષણના વિવિધ માપદંડોના આધારે જિલ્‍લાને ગુણાંક આપવામાં આવશે. જેમાં સ્‍વચ્‍છતામાં હાંસલ કરેલ  પ્રગતિના ૩૫ ટકા ગુણ, નાગરિકોના પ્રતિભાવોના ૩૫ ટકા ગુણ અને વાસ્‍તવિક નિરીક્ષણના ૩૦ ટકા ગુણના આધારે ભારાંક આપવામાં આવશે.

ખેડા જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શૌચાલયના વ્‍યાપ અને ઉપયોગ સહિત જાહેર સ્‍થળોની સાર્વત્રિક સ્‍વચ્‍છતા સિધ્‍ધ કરવા માટે સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામિણની ટીમ ઉપરાંત જુદા જુદા વિભાગોના અધિકારી/કર્મચારીઓને પણ સ્‍વચ્‍છ સર્વેક્ષણમાં જોડવામાં આવશે. તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે બહોળા પાયે વિવિધ આઇ.ઇ.સી. પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.

જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સહિત જે તે સ્‍થળોએ શૌચાલય ઉપલબ્‍ધ હોય પણ સ્‍વચ્‍છ/કાર્યરત ન હોય તો તે કાર્યરત બને દવાખાના, શાળાઓ, આંગણવાડીઓ, ધાર્મિક સ્‍થળો અને બજારો જેવા જાહેર સ્‍થળોએ છુટો છવાયો કચરો ફેકવાની આદતમાંથી નાગરિકોને મુક્ત બને તેમજ જાહેર સ્‍થળોએ ગંદુ પાણી ભરાઇ ન રહે તેનો યોગ્‍ય નિકાલ થાય તે માટે લોકોને વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો દ્ધારા પણ સમજ આપવામાં આવશે તેમ શ્રી લાખાણીએ ઉમેર્યું હતું.

ખેડા જિલ્‍લામાં સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૮ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ક્લસ્‍ટરવાઇઝ ગ્રામ્‍ય કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી, ગ્રામિણ કર્મચારીઓ, આરોગ્‍ય, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્ધારા બેઠકો યોજવામાં આવી હતી.

ખેડા જિલ્‍લામાં સ્‍વચ્‍છતા સર્વેક્ષણ દરમિયાન પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, શાળાઓ, બજારો, ધાર્મિક સ્‍થળો, પંચાયતો, આંગણવાડી, હોસ્‍પિટલ, સરકારી દવાખાનાઓ અને સાર્વજનિક સ્‍થળોનું સ્‍વચ્‍છતાના આધારે સર્વગ્રાહી મૂલ્‍યાંકન કરી ગુણાંક આપવામાં આવશે. સર્વેક્ષણના અંતે સ્‍વચ્‍છતામાં અગ્રીમ આવેલ જિલ્‍લાઓ અને રાજયોને તા.૨ ઓગષ્‍ટ, ૨૦૧૮ ગાંધી જયંતિના દિવસે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ખેડા જિલ્‍લામાં ‘‘સ્‍વચ્‍છ ગામ – સ્‍વચ્‍છ જિલ્‍લો’’ ની થીમ પર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સંખ્‍યાત્‍મક અને ગુણાત્‍મક મૂલ્‍યાંકનોને લગતા પાસાઓને ધ્‍યાનમાં રાખી આયોજન કરવામાં આવ્‍યું હોવાનું શ્રી લાખાણીએ જણાવ્‍યું છે.

ખેડા જિલ્‍લામાં સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) અભિયાનને સફળ બનાવવા આ સ્‍વચ્‍છ સર્વેક્ષણમાં જિલ્‍લાના નાગરિકોને જોડાવા અને અભિયાનને વધુ સફળ બનાવવા વહીવટી તંત્ર દ્ધારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY